Karnataka Election : કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે ઉમેદવારી ફોર્મ ભર્યુ, 150 શીટ જીતવાનો દાવો

કર્ણાટકમાં હવે ઉમેદવારી પત્રો ભરવા માટે ગણતરીના દિવસો બાકી છે. હાલ તમામ પાર્ટીના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે ત્યારે કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારે ઉમેદવારી નોંધાવી 150 સીટ જીતવાનો દાવો કર્યો છે. ડીકે શિવકુમાર રોડ શો યોજીને સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા.

હાલ કર્ણાટકમાં કોંગ્રેસ માટે સારી સ્થિતી છે. આ સ્થિતીમાં ડીકે શિવકુમારે કનકપુરાથી ઉમેદવારી નોંધાવી છે. મોટી સંખ્યામાં સમર્થકો સાથે પહોંચેલા શિવકુમારે દાવો કર્યો કે 150 સીટો જીતીને કોંગ્રેસની સરકાર બનશે.

Karnataka Election

ડીકે શિવકુમારે નામાંકન પહેલા રેલીને સંબોધતા કહ્યું કે, મને ભાજપ અને જેડીએસના એજન્ડાની ખબર નથી. મેં અહીં સેંકડો નેતાઓ બનાવ્યા છે. જગદીશ શેટ્ટર, લક્ષ્મણ સાવડી અને અન્ય લોકો અમારી પાર્ટીમાં જોડાયા અને હવે બીજા ઘણા મંત્રીઓ અને ધારાસભ્યો આવવા માંગે છે પરંતુ અમારી પાસે રાજકીય જગ્યા નહોતી.

તમને જણાવી દઈએ કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે નોમિનેશનની તારીખ સમાપ્ત થવામાં માત્ર ચાર દિવસ બાકી છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ પણ ઉમેદવારી નોંધાવી દીધી છે.

એક તરફ ઉમેદવારી ફોર્મ ભરાઈ રહ્યા છે તો બીજી તરફ સત્તાધારી બીજેપીનાઘ ઘણા ધારાસભ્યો ટિકિટ ન મળવાથી નારાજ થઈને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. હાલમાં જ પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટર રાજીનામું આપીને કોંગ્રેસ સાથે જોડાયા છે. શેટ્ટર હુબલી ધારવાડ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે.

નોંધપાત્ર વાત એ છે કે, 10 મેના રોજ કર્ણાટક વિધાનસભા માટે મતદાન થશે અને 13 મેના રોજ મત ગણતરી બાદ ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X