Karnataka Election : બીજેપીને મત ન આપો, એ ખતરનાક છે - મમતા બેનર્જી
કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર અટકી ગયો છે. હવે 10 મેંના રોજ મતદારો તમામ ઉમેદવારોનું ભાવી નક્કી કરશે. આજે અંતિમ દિવસે તમામ પાર્ટીઓએ પુરી તાકાત લગાવી દીધી હતી ત્યારે મમતા બેનર્જીએ પણ બીજેપીને મત ન આપવા અપીલ કરી છે.
ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે મમતા બેનર્જી કર્ણાટકની સત્તાધારી બીજેપી પર વરસી હતી. મમતા બેનર્જીએ બીજેપીને આડેહાથ લેતા આકરા શબ્દોમાં જાટકણી કાઢી અને લોકોને બીજેપીને મત ન આપવા જણાવ્યુ.

ચૂંટણી પ્રચાર પુરો થાય તે પહેલા પહેલા મમતા બેનર્જીએ કહ્યું કે, કર્ણાટકના ભાઈઓ અને બહેનોને મારી એક જ અપીલ છે કે કૃપા કરીને સ્થિરતા અને વિકાસ માટે મત આપો. હું અપીલ કરું છું કે બીજેપીને વોટ ન આપો તે ખતરનાક છે.
અહીં મમતા બેનર્જીએ મળીપુરનો ઉલ્લેખ કરીને કહ્યું કે, મણિપુર સળગી રહ્યું છે. ફાયરિંગમાં કેટલા લોકો માર્યા ગયા છે તેની આપણને ખબર નથી. સરકારે કોઈ આંકડા આપ્યા નથી.
મમતા બેનર્જીએ કહ્યું કે, હું આમાં રાજનીતિ નહીં લાવુ પરંતુ લોકો જાણવા માંગે છે કે મણિપુરમાં કેટલા લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે, જો અહીંકંઈક થાય છે તો તે કેન્દ્રીય ટીમ મોકલે છે અને ઘણા ખુલાસા કરીને પોતાના નિર્ણયનો બચાવ કરે છે.
અહીં તમને જણાવી દઈએ કે, કર્ણાટકમાં હવે ચૂંટણી પ્રચાર પુરો થઈ ગયો છે અને 10 મેંના રોજ મતદાન થશે. મતદાન બાદ 13 એપ્રિલના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
