Karnataka election : અપક્ષ ધારાસભ્ય લતા મલ્લિકાર્જુને કોંગ્રેસને સમર્થન આપ્યુ
કર્ણાટકમાં બીજેપીના સુપડા સાફ કરીને કોંગ્રેસ કિંગ સાબિત થઈ છે. જોડતોડની રાજનીતિ અને ભડકાઉ ભાષણો કરીને મતોનુ ધ્રુવીકરણ કરવા માટે બદનામ બીજેપીને અહીં સત્તા ગુમાવવી પડી છે. હવે કોંગ્રેસ સરકાર બનાવવા કવાયત કરી રહી છે ત્યારે અપક્ષ મહિલા ધારાસભ્યએ કોંગ્રેસને કોઈપણ શરત વગર સમર્થનની જાહેરાત કરી છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 135 બેઠકો જીતી છે અને બીજેપીને માત્ર 66 સીટો મળી છે. રાજ્યમાં અન્ય 4 અપક્ષ ધારાસભ્યો પણ જીત્યા છે. આમાંથી એક લતા મલ્લિકાર્જુનને કોંગ્રેસને સમર્થનની જાહેરાત કરી છે.

લતા મલ્લિકાર્જુન હરપનહલ્લી બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. હવે લતાએ કોંગ્રેસને બિનશરતી સમર્થનની જાહેરાત કરી છે. કર્ણાટકના AICC પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલાએ આ જાણકારી આપી હતી.
રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, શ્રીમતી લતા મલ્લિકાર્જુન હરપનહલ્લી વિધાનસભાથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ દિવંગત એમપી પ્રકાશની પુત્રી છે. તેમણે કર્ણાટકમાં કોંગ્રેસ પક્ષને તેમના વૈચારિક મૂળ અને કોંગ્રેસના આદર્શો પ્રત્યેની પ્રતિબદ્ધતાને જોતાં બિનશરતી સમર્થન આપ્યું છે.
રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, હું તેમનો આભાર માનું છું. તેમના પતિ શ્રી મલ્લિકાર્જુન અને તમામ સમર્થકો અને અમે સાથે મળીને 6.5 કરોડ કન્નડ લોકોની સેવા કરીશું. ચૂંટણી જીત્યા બાદ લતા મલ્લિકાર્જુને કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયા સાથે બેંગલુરુમાં તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી.












Click it and Unblock the Notifications
