Karnataka Election : 29 એપ્રિલે બેલવાગીથી નરેન્દ્ર મોદી બીજેપી માટે પ્રચારની શરૂઆત કરશે, જાણો કેવી છે તૈયારી?

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો બાકી છે. તમામ પાર્ટીઓએ હવે પ્રચાર માટે પુરી તાકાત લગાવી દીધી છે ત્યારે હવે બીજેપીએ છેલ્લા રાઉન્ડના પ્રચારમાં તમામ તાકાત લગાવી દીધી છે. કર્ણાટકમાં પાર્ટીને કોંગ્રેસ તરફથી જોરદાર ટક્કર મળી રહી છે ત્યારે હવે પીએમ મોદી ખુદ મોર્ચો સંભાળવા જઈ રહ્યા છે.

કર્ણાટકમાં બીજેપી માટે સત્તા બચાવવી એ કોઈપણ ભોગે જરૂરી છે ત્યારે હવે બીજેપીએ મેગા કેમ્પેઈનની તૈયારીઓ પુરી કરી લીધી છે. કર્ણાટક ચૂંટણીમાં પીએમ મોદીનો 29 એપ્રિલનો કાર્યક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કર્ણાટકમાં તેના બીજા કાર્યકાળ માટે બીજેપીએ એડીચોડીનું જોર લગાવ્યુ છે.

Narendra Modi

આ મુદ્દે વાત કરતા કેન્દ્રિય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યુ કે, 29 એપ્રિલે મોદી બેલગાવીથી તેમના પ્રચારની શરૂઆત કરશે. પીએમ મોદી કર્ણાટકના સૌથી મોટા જિલ્લાઓમાંના એક બેલગાવીના ચિકોડી, કિત્તુર અને કુડાચી ઉપરાંત ઉત્તરા કન્નડ જિલ્લાની પણ મુલાકાત લેશે.

આ ઉપરાંત બીજેપીના ઘણા ચૂંટણી કાર્યક્રમો પ્રસ્તાવિત છે. પીએમ એ રાજ્યોની મુલાકાત લેશે જ્યાં 3જી મેના રોજ ચૂંટણી યોજાવાની છે. બીજી તરફ અમિત શાહ રવિવારથી કર્ણાટકના ત્રણ દિવસીય પ્રવાસ પર છે. 25 એપ્રિલે અમિત શાહ બાગલકોટ જિલ્લાના તેરાદલ, વિજયપુરા જિલ્લાના દેવરીપાર્ગી અને યાદગીરીમાં જાહેર સભાઓને સંબોધિત કરશે. તે યાદગીરીમાં રોડ શોમાં પણ ભાગ લેશે.

આ સિવાય યુપી સીએમ યોગી આદિત્યનાથ પણ કર્ણાટકના પ્રવાસે પહોંચશે. તે 26 અને 30 એપ્રિલ, 6 અને 7 મેના રોજ ચાર જાહેર સભાઓ કરશે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા 3 થી 5 મે વચ્ચે પાંચ જાહેર સભાઓને સંબોધવાના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X