Karnataka Election : કોલારમાં પીએમ મોદીએ રેલી યોજી જીતનો દાવો કર્યો

કર્ણાટક ચૂંટણીમાં બીજેપી માટે સ્થિતી સારી નથી. સર્વે અનુસાર અહીં બીજેપી સત્તા ગુમાવી રહી છે ત્યારે હવે પાર્ટીએ ચૂંટણી જીતવા માટે પુરી તાકાત લગાવી દીધી છે. આ ક્રમમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોલાર પહોંચ્યા હતા અને જનસભાને સંબોધિત કરી હતી.

કોલારમાં પીએમ મોદીએ કોંગ્રેસ અને જેડીએસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, કર્ણાટકના વિકાસમાં કોંગ્રેસ અને જેડીયુ બંને સૌથી મોટી અડચણ છે. કોંગ્રેસ અને જેડીએસ સાથે ગમે તેટલી રમત રમે, કર્ણાટકના લોકો તેને ક્લીન બોલ્ડ કરવા જઈ રહ્યા છે.

Karnataka Election

પીએમ મોદીએ આગળ કહ્યું કે, આપણે કર્ણાટકની જનતાને કોંગ્રેસ અને જેડીએસની ભ્રષ્ટ સરકારથી બચાવવાની છે. અસ્થિર સરકાર પાસે વિઝન ન હોઈ શકે. કોંગ્રેસના શાસનમાં વિશ્વ ભારતને લઈને નિરાશાવાદી હતું, પરંતુ ભાજપ સત્તામાં આવતાની સાથે જ વિશ્વ હવે ભારતને એક ઉજ્જવળ સ્થળ તરીકે જોઈ રહ્યું છે.

પીએમ મોદીએ જીતનો દાવો કર્યો અને કહ્યું કે, કર્ણાટક બીજેપીને ચૂંટવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં સતત વિકાસ માટે ડબલ એન્જિન સરકાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોંગ્રેસ અને જેડીએસના શાસનમાં વિકાસની ગતિ ધીમી પડી હતી. આ દરમિયાન કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ એક જૂનું એન્જિન છે.

લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, કર્ણાટકની આ ચૂંટણી માત્ર આવનારા 5 વર્ષ માટે ધારાસભ્ય, મંત્રી કે મુખ્યમંત્રી બનાવવા માટે નથી, આ ચૂંટણી આવનારા 25 વર્ષમાં વિકસિત ભારતના રોડમેપના પાયાને મજબૂત કરવાની છે. અસ્થિર સરકાર ક્યારેય આટલા મોટા વિઝન પર કામ કરી શકે નહીં.

તેમણે કહ્યું કે, જ્યાં સુધી કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન હતું ત્યાં સુધી કર્ણાટકના વિકાસને બ્રેક લાગી. અહીં ડબલ એન્જિનની સરકાર બની ત્યારે વિકાસે નવી ગતિ પકડી. ડબલ એન્જિન સરકાર આધુનિક કનેક્ટિવિટી માટે જે કામ કરી રહી છે તેનાથી આ સમગ્ર પ્રદેશમાં નવી શક્યતાઓ ઊભી થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X