Karnataka Election : ડિલિવરી બોય સાથે સ્કૂટર પર રસ્તા પર નીકળ્યા રાહુલ, જુઓ વીડિયો
કર્ણાટકમાં સોમવાર સાંજથી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર ખતમ થવા જઈ રહ્યો છે ત્યારે અહીં રાહુલ ગાંધીનો અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધી કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન ડિલિવરી બોયના બાઈક પર ફરતા જોવા મળ્યા છે.
કર્ણાટક ફતેહ કરવા માટે કોંગ્રેસના તમામ મોટા નેતા કર્ણાટક પહોંચ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ ભ્રષ્ટાચારને લઈને બીજેપી પર આકરા પ્રહાર કર્યા હતા. અહીં રાહુલ ગાંધીએ દોહરાવ્યુ કે તેમને ભ્રષ્ટાચારનો વિરોધ કરવા માટે લોકસભામાંથી ગેરલાયક ઠેરવાયા.

રાહુલ ગાંધીએ લોકોને સંબોધતા કહ્યું કે, બીજેપીના એક ધારાસભ્ય કહે છે કે સીએમની ખુરશી પણ ખરીદી શકાય છે. તેમણે કહ્યું કે, અહીં 6 વર્ષનો બાળક પણ જાણે છ કે બીજેપીએ કર્ણાટકમાં ભ્રષ્ટાચારને કેવી રીતે પ્રોત્સાહન આપ્યું.
નેતાઓ વચ્ચે વાર પલટવાર વચ્ચે અનેકલમાં જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તમે જ્યાં જુઓ ત્યાં કૌભાંડ છે. MLAનો દીકરો 8 કરોડ સાથે પકડાયો અને BJP MLA કહે છે કે CM ની ખુરશી 2500 કરોડ રૂપિયામાં ખરીદી શકાય છે.
#WATCH | Karnataka: Congress leader Rahul Gandhi rides a scooter with a delivery boy in Bengaluru. pic.twitter.com/MvGEgfAjtM
— ANI (@ANI) May 7, 2023
ભ્રષ્ટાચાર મુદ્દે બીજેપી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, કર્ણાટકમાં કેટલો ભ્રષ્ટાચાર થયો તે 6 વર્ષનું બાળક પણ જાણે છે. છેલ્લા 3 વર્ષથી બીજેપીની સરકાર છે અને પીએમ મોદી ભ્રષ્ટાચારથી વાકેફ હશે. તેમણે કહ્યું, હતું કે ડબલ એન્જિન ચોરાઈ ગયું, તો મોદીજી કહો કે ક્યા એન્જિનને 40 ટકામાંથી કેટલા મળ્યા?
અહીં રાહુલ ગાંધી લોકો સાથે જોડાવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી અહીં ડિલિવરી બોયના બાઈક પર બેસીને ફરતા નજર આવ્યા હતા. તેમણે અહીં ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરીને ભારત અને કર્ણાટકને જોડવાની વાત કરી હતી. અહીં તેમણે કર્ણાટક હિંસાને લઈને પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા.
રાહુલ ગાંધીએ કહ્યું કે, આગ લાગી છે, હિંસા થઈ રહી છે, લોકોના મોત થઈ રહ્યા છે પરંતુ દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીને કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું કે મણિપુરમાં નફરતની રાજનીતિના કારણે સ્થિતિ સર્જાઈ છે. જેનો અંત લાવવા કોંગ્રેસે ભારત જોડો યાત્રા શરૂ કરી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસના રોડ શોમાં પાર્ટીના નેતાઓ ઉભા જોવા મળે છે, જ્યારે મોદીજીના રોડ શોમાં બોમ્મઈ જી, યેદિયુરપ્પા જીને કારમાંથી બહાર કાઢવામાં આવે છે અને પીએમ કારમાં બેસીને ચાલે છે.












Click it and Unblock the Notifications
