For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું રાજસ્થાન, એમપી, છત્તીસગઢ સાથે થશે લોકસભા ચૂંટણીઓ?

2019 ની લોકસભા ચૂંટણીઓ ક્યારે થશે? સમય પર કે સમય પહેલા? આના માટે છેલ્લા ઘણા મહિનાઓથી લાંબી લાંબી ચર્ચાઓ ચાલી રહી છે.

|
Google Oneindia Gujarati News

2019 ની લોકસભા ચૂંટણીઓ ક્યારે થશે? સમય પર કે સમય પહેલા? આના માટે છેલ્લા ઘણા મહિનાઓથી લાંબી લાંબી ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ કર્ણાટક ચૂંટણી નજીક આવતા જ આ ચર્ચા પર થોડાક સમય માટે વિરામ લાગી ગયુ હતુ. કર્ણાટક ચૂંટણીઓની રાહ જોવાઈ રહી હતી. મંગળવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2018 ના પરિણામોની સાથે ફરી આ ચર્ચાએ જોર પકડ્યુ છે. સવાલ એ જ જૂનો છે- શું કર્ણાટક ચૂંટણીમાં ભાજપ સૌથી મોટો પક્ષ બન્યા બાદ હવે નવેમ્બરમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી સાથે જ થશે લોકસભા ચૂંટણી? આવુ સંભવ છે. 2019 લોકસભા ચૂંટણી સમયથી પહેલા કરાવવા પર ચાલી રહેલી ચર્ચા પાછળ ત્રણ મહત્વના કારણો છે. નજર નાખીએ આ કારણો પર -

લોકસભા ચૂંટણી જલ્દી કરાવીને એમપી, રાજસ્થાન, છત્તીસગઢમાં વિરોધી લહેર ખતમ કરી શકે છે ભાજપ

લોકસભા ચૂંટણી જલ્દી કરાવીને એમપી, રાજસ્થાન, છત્તીસગઢમાં વિરોધી લહેર ખતમ કરી શકે છે ભાજપ

પહેલુ અને સૌથી મહત્વનું કારણ રાજકીય છે. વર્ષના અંતમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ચૂંટણીઓ થવાની છે. એવામાં જો લોકસભા ચૂંટણી તેની સાથે કરાવી દેવામાં આવે તો ભાજપ આ રાજ્યોમાં વધી રહેલી વિરોધી લહેર નાબૂદ કરી શકે છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો અહીં 15 વર્ષોથી ભાજપની સરકાર છે. આ પ્રકારે છત્તીસગઢમાં રમન સરકારને પણ લાંબો સમય થઈ ગયો. રાજસ્થાનમાં મતદાતાઓનો ટ્રેન્ડ છે - દર પાંચ વર્ષે સરકાર બદલવી. એવામાં ત્રણ રાજ્યોમાં આવનારી ચૂંટણીમાં ભાજપને હારનો ડર સતાવી રહ્યો છે. તકલીફ એ છે કે રાજ્યોની ચૂંટણીઓને પાછળ ઠેલવી ભાજપના હાથમાં નથી. આનાથી સંવિધાનિક સંકટ પણ ઉભુ થઈ શકે છે પરંતુ લોકસભા ચૂંટણી સમયથી પહેલા કરાવવી ભાજપના હાથમાં છે. પક્ષની કોશિશ એ રહેશે કે મોદીની લહેરના સહારે એમપીમાં શિવરાજ સિંહ ચૌહાણ, છત્તીસગઢમાં રમનસિંહ અને રાજસ્થાનમાં વસુંધરા રાજેની પણ નાવ પાર થઈ જાય.

કર્ણાટક ચૂંટણી દ્વારા મોદી લહેરની ઝડપ માપવા ઈચ્છતા હતા અમિત શાહ

કર્ણાટક ચૂંટણી દ્વારા મોદી લહેરની ઝડપ માપવા ઈચ્છતા હતા અમિત શાહ

બીજુ કારણ - હવે નવેમ્બરમાં રાજસ્થાન, એમપી, છત્તીસગઢ સાથે લોકસભા ચૂંટણી થશે? આ સવાલ પાછળનું એક કારણ મોદી લહેર પણ છે. કર્ણાટક ચૂંટણી પહેલા થયેલ ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીઓ બાદ મોદી લહેર ઓછી થતી માનવામાં આવી રહી હતી. કારણ હતુ ગુજરાતમાં ભાજપનું 100 થી ઓછી સીટો મેળવવુ. મોદીના ગઢમાં રાહુલ ગાંધીની નૈતિક ચૂંટણી જીતના અર્થ કાઢવામાં આવી રહ્યા હતા. જો કે, ત્યારબાદ નોર્થ-ઈસ્ટમાં ભાજપનો ભગવો લહેરાયો પરંતુ ભાજપ સહિત રાજકીય ગલીઓમાં દરેક કર્ણાટક ચૂંટણીની રાહ જોઈ રહ્યા હતા. ગુજરાતમાં માંડ માંડ બચેલી ભાજપ શું કોંગ્રેસની સત્તા ધરાવતા રાજ્યમાં તેને હરાવવાનો દમ રાખે છે કે નહિ. શું મોદી ફેક્ટર કર્ણાટકમાં ચાલશે કે નહિ. પરંતુ કર્ણાટકમાં જે રીતે ભાજપે કોંગ્રેસને પટક્યુ તેનાથી ભાજપમાં એ વાતની ચર્ચાને બળ મળશે કે રાજસ્થાન, એમપી અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી સાથે જ લોકસભા ચૂંટણી પણ કરાવી લેવી જોઈએ કે નહિ. લોકસભા ચૂંટણી જલ્દી કરાવવા મુદ્દે મોદી સરકાર પણ સંકેત આપી ચૂકી છે.

લોકસભા-વિધાનસભા સાથે કરાવવાની મુહિમને મળશે બળ

લોકસભા-વિધાનસભા સાથે કરાવવાની મુહિમને મળશે બળ

ત્રીજુ કારણ - દેશમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી સાથે કરાવવાનો મુદ્દો મોદી સરકાર જોર શોરથી ઉઠાવી રહી છે. એવામાં ઓછામાં ઓછા ત્રણ રાજ્યોની ચૂંટણી અને 2019 લોકસભા ચૂંટણી સાથે થઈ શકે છે. બંને વચ્ચે થોડાક મહિનાનો જ ફરક છે. આનાથી એક ઉદાહરણ રજૂ થશે અને દેશમાં એકસાથે લોકસભા અને વિધાનસભા ચૂંટણી કરાવવાની મોદી સરકારની મુહિમને બળ મળશે.

English summary
karnataka election result 2019 rajasthan madhya pradesh chhattisgarh loksabha election
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X