Karnataka Election Result 2023: ડીકે શિવકુમાર બની શકે છે આગલા સીએમ, જાણો કેટલી સંપત્તિના છે માલિક

Karnataka Election Result 2023: કર્ણાટકમાં કોંગ્રેસ પૂર્ણ બહુમતી તરફ આગળ વધી રહી છે, આવી સ્થિતિમાં એક મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે જો રાજ્યમાં કોંગ્રેસને પૂર્ણ બહુમતી મળે છે તો રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે.

કોંગ્રેસ તરફથી કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા મુખ્યમંત્રી પદના દાવેદાર છે. ડીકે શિવકુમારની વાત કરીએ તો તેમને કોંગ્રેસમાં પાર્ટીના મુખ્ય રણનીતિકાર માનવામાં આવે છે. રાજ્યમાં પાર્ટીની રણનીતિ ઘડવા અને મેદાન પર આક્રમક પ્રચાર કરવાનો શ્રેય ડીકે શિવકુમારને જાય છે.

DK Shivakumar

ડીકે શિવકુમારનો જન્મ બેંગ્લોરમાં થયો હતો, તેઓ વોક્કાલિંગા સમુદાયના છે. ડીકે શિવકુમાર 1989થી સતત ધારાસભ્ય છે. તેઓ સતત 8 વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા છે. આ સ્થિતિમાં તેઓ પાર્ટીના ખૂબ જ વરિષ્ઠ અને મજબૂત નેતા તરીકે ઓળખાય છે.

ડીકે શિવકુમારની કુલ સંપત્તિની વાત કરીએ તો તેઓ કુલ 1413 કરોડ રૂપિયાના માલિક છે. તેમની પાસે કુલ 14,13,80,02,404 કરોડની સંપત્તિ છે. સાથે જ તેમના પર લગભગ 503 કરોડ રૂપિયાનું દેવું પણ છે.

ડીકે શિવકુમાર એચડી કુમારસ્વામી સરકારમાં કેબિનેટ મંત્રી હતા. જ્યારે તેઓ ઉર્જા મંત્રી હતા ત્યારે તેઓ સિદ્ધારમૈયા સરકારમાં કેબિનેટ મંત્રી પણ હતા. તેઓ હાલમાં કનકપુરા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે.

અંગત જીવનની વાત કરીએ તો ડીકે શિવકુમારનો જન્મ બેંગ્લોરના કનકપુરામાં થયો હતો. તેમના નાના ભાઈ ડીકે સુરેશ પણ રાજકારણમાં છે. ડીકે શિવકુમારને બે દીકરીઓ ઐશ્વર્યા અને અભિર્ણા છે. જ્યારે એક પુત્ર આકાશ છે. મોટી પુત્રીના લગ્ન CCDના સ્થાપક વીકે સિદ્ધાર્થના પુત્ર અમર્ત્ય સાથે થયા હતા.

તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં કુલ 224 વિધાનસભા સીટો છે, કોઈપણ પાર્ટીને પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવા માટે 113 સીટો જીતવી પડશે. હાલમાં જે ટ્રેન્ડ સામે આવી રહ્યા છે તે મુજબ કોંગ્રેસ 120થી વધુ બેઠકો જીતી રહી હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે ભાજપ માત્ર 71 બેઠકો સુધી જ સીમિત જણાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X