Siddaramaiah Asset: કર્ણાટકના સીએમ બની શકે છે સિદ્ધારમૈયા, જાણો કેટલી સંપત્તિના છે માલિક
Karnataka Election Results 2023: કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે. કર્ણાટકમાં જીત સાથે કોંગ્રેસનો ઉત્સાહ ઘણો ઊંચો દેખાઈ રહ્યો છે. આ જીતની સાથે કોંગ્રેસ સામે બીજો મોટો પડકાર એ છે કે રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે.
મુખ્યમંત્રી પદની રેસમાં સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સૌથી આગળ છે. સિદ્ધારમૈયા અગાઉ પણ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, તેથી માનવામાં આવે છે કે પાર્ટી ફરી એકવાર તેમને આ જવાબદારી સોંપી શકે છે.

સિદ્ધારમૈયા વરુણા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમને ભાજપના વી સોમન્નાનો પડકાર છે. સિદ્ધારમૈયા વિજય તરફ આગળ વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેઓ 3000થી વધુ મતોથી આગળ છે.
સિદ્ધારમૈયાનો જન્મ 3 ઓગસ્ટ 1947ના રોજ થયો હતો, લોકો તેમને સિદ્ધુના નામથી પણ બોલાવે છે. તેઓ રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ 13 મે 2013 થી 17 મે 2018 સુધી કર્ણાટકના મુખ્યમંત્રી હતા. આ સિવાય તેઓ વિપક્ષના નેતા પણ હતા.
સિદ્ધારમૈયા B.Sc અને LLBની ડિગ્રી ધરાવે છે. તેઓ કુરુબા ગૌડા સમુદાયના છે. સિદ્ધારમૈયાને બે પુત્રો છે. તેમના મોટા પુત્ર રાકેશનું 2016માં 38 વર્ષની વયે લાંબી માંદગીને કારણે અવસાન થયું હતું. જ્યારે બીજો પુત્ર યતિન્દ્ર વરુણા સીટથી ધારાસભ્ય છે.
સિદ્ધારમૈયા પાસે કુલ 51 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમની પાસે કુલ રૂ.519388910ની સંપત્તિ છે. જ્યારે તેમના પર 23 કરોડ એટલે કે 238647976 કરોડનું દેવું છે.
એચડી દેવગૌડા સાથે મતભેદોને કારણે સિદ્ધારમૈયાએ 2005માં જેડીએસ છોડી દીધું હતું. જે રીતે તેમને પછાત સમુદાયનું સમર્થન મળ્યું તે પછી તેમણે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો. તેઓ બેંગ્લોરમાં એક રેલી દરમિયાન સોનિયા ગાંધીની સામે કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ 8 વખત વિધાનસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે. જેમાંથી તેઓ 4 વખત કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા.












Click it and Unblock the Notifications
