For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસનું લિંગાયત કાર્ડ ફેઈલ, ભાજપ પર વરસ્યા લિંગાયત કાર્ડ

કર્ણાટકના પ્રારંભિક રૂઝાનોમાં ભારતીય જનતા પક્ષને બહુમત મળતો દેખાઈ રહ્યો છે. ચૂંટણીમાં જીત મેળવવા માટે કોંગ્રેસે ઘણી ઘોષણાઓ કરી.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકના પ્રારંભિક રૂઝાનોમાં ભારતીય જનતા પક્ષને બહુમત મળતો દેખાઈ રહ્યો છે. ચૂંટણીમાં જીત મેળવવા માટે કોંગ્રેસે ઘણી ઘોષણાઓ કરી. આ ઘોષણાઓમાંથી એક હતી લિંગાયત સમુદાયને અલ્પસંખ્યકનો દરજ્જો અપાવવાનો પ્રસ્તાવ. પરંતુ કોંગ્રેસનો આ દાવ ફેઈલ રહ્યો. કર્ણાટકમાં લિંગાયત સમુદાયને ભારતીય જનતા પક્ષની વોટ બેંક માનવામાં આવે છે.

લિંગાયત સમુદાયના વોટ માટે સિદ્ધારમૈયાએ ખેલ્યો હતો દાવ

લિંગાયત સમુદાયના વોટ માટે સિદ્ધારમૈયાએ ખેલ્યો હતો દાવ

કોંગ્રેસ લિંગાયત સમુદાયના વોટ મેળવવા ઈચ્છતી હતી. જો લિંગાયતના વોટ કોંગ્રેસને મળી જતા તો તે ફરીથી સત્તા પર આવી શકતી હતી. પરંતુ આવુ બન્યુ નહિ. જ્યાં લિંગાયતોનો દબદબો છે તેવી જગ્યાઓએ કોંગ્રેસે સારુ પ્રદર્શન કર્યુ નહિ.

પ્રારંભિક રૂઝાનોમાં પાછળ કોંગ્રેસ

પ્રારંભિક રૂઝાનોમાં પાછળ કોંગ્રેસ

કર્ણાટકમાં લગભગ 90 સીટો એવી છે જ્યાં લિંગાયત સમુદાયના લોકો વોટ જીતવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. હૈદરાબાદ-કર્ણાટક રિજન (40 સીટો) અને બોમ્બે-કર્ણાટક રિજન (50 સીટો) ની આ સીટો કર્ણાટકમાં કોણ જીતશે તેનો નિર્ણય કરે છે. કર્ણાટકની ખુરશી પર કોણ બેસશે તે લગભગ અહીંથી નક્કી થતુ હોય છે. વર્ષ 2013 માં જો કોંગ્રેસની સરકાર બની હતી તો તેની પાછળ પણ લિંગાયતના વોટોનો જ હાથ હતો.

કોંગ્રેસે 23 સીટો જીતી હતી

કોંગ્રેસે 23 સીટો જીતી હતી

વર્ષ 2013 ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 23 સીટો જીતી હતી. વળી, ભાજપને માત્ર 5 સીટો મળી હતી. સીટ જીતવા મામલે જેડીએસ ત્રીજી મોટી પાર્ટી રહી હતી. આ વખતે 70 ટકા મતદાન થયુ હતુ. તમને જણાવી દઈએ કે કર્ણાટકની 224 માંથી 222 સીટો પર 12 મે ના રોજ મતદાન થયુ હતુ. આ વખતે લગભગ 70 ટકા મતદાન થયુ છે. મતોની ગણતરી માટે પ્રદેશભરમાં 38 કેન્દ્ર બનાવવામાં આવ્યા છે અને અહીં સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. જેથી કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટનાથી બચી શકાય.

English summary
karnataka election results 2018 siddaramaiah lingayat card bjp leading
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X