Karnataka Election : કર્ણાટકના ચૂંટણી મેદાનમાં યોગીની એન્ટ્રી, મુસ્લિમ અનામત મુદ્દે મોટી વાત કહી
કર્ણાટકમાં હવે ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પાર્ટીઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે. આ ક્રમમાં હવે બીજેપીએ તેના તમામ મોટા નેતાઓને કર્ણાટક તરફ વાળ્યા છે અને આક્રમક પ્રચાર કરી રહી છે. અહીં યોગી આદિત્યનાથ પણ મેદાનમાં ઉતર્યા છે અને મુસ્લિમ અનામત મુદ્દે તેમણે પ્રહારો કર્યા હતા.
બીજેપી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી જીતવા તમામ પ્રયાસો કરી રહી છે. બીજેપીના સ્ટાર પ્રચારકોમાં સામેલ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને સ્મૃતિ ઈરાની બાદ બીજેપી માટે પ્રચાર કરવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માડ્યા પહોંચ્યા હતા. અહીં તેમણે રોડશોમાં ભાગ લીધો હતો.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભા ચૂંટણી પહેલા કર્ણાટકના માંડ્યા જિલ્લામાં રોડ શો યોજ્યો હતો. આ પછી જનતાને સંબોધતા તેમણે કહ્યું કે, ધર્મના આધારે અનામત ગેરબંધારણીય છે. સીએમ યોગીએ કર્ણાટકની બોમ્મઈ સરકારના મુસ્લિમો માટે 4 ટકા આરક્ષણ સમાપ્ત કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.
અહીં યોગીએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસના શાસનમાં કોઈ પ્રોજેક્ટ પૂરો થયો નથી. અહીં તમને જણાવી દઈએ કે, કર્ણાટકમાં આગામી 10 મેંના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. હાલ પ્રચાર ચાલી રહ્યો છે.












Click it and Unblock the Notifications
