કર્ણાટક ચૂંટણીઃ પરિણામો પહેલા શ્રીરામૂલુ, કુમારસ્વામીએ કરી પૂજા-અર્ચના
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના આજે પરિણામો આવવવાના છે. એવામાં તમામ દળો પોતાની જીતની પ્રાર્થના કરી રહ્યા છે. ભાજપના ઉમેદવાર શ્રીરામૂલુએ મતગણતરી શરૂ થતા પહેલા પૂજા-અર્ચના કરી.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના આજે પરિણામો આવવવાના છે. એવામાં તમામ દળો પોતાની જીતની પ્રાર્થના કરી રહ્યા છે. ભાજપના ઉમેદવાર શ્રીરામૂલુએ મતગણતરી શરૂ થતા પહેલા પૂજા-અર્ચના કરી. તમને જણાવી દઈએ કે શ્રીરામૂલુ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્રારમૈયાની સામે મેદાનમાં છે. એવામાં આજે ચૂંટણી પરિણામો આવ્યા બાદ એ સ્પષ્ટ થઈ જશે કે તેમણે સિદ્ધારમૈયાને કેટલી ટક્કર આપી. તેઓ કર્ણાટકના બાદામી વિધાનસભા સીટ પરથી મેદાનમાં છે.

કુમારસ્વામીએ પણ કાળ ભૈરવેશ્વર મંદિરમાં પૂજા કરી
જેડીએસના ઉમેદવાર કુમારસ્વામીએ પણ પોતાની પત્ની સાથે કાળ ભૈરવેશ્વર મંદિરમાં પૂજા કરી. કુમારસ્વામી કર્ણાટકના રામનગર અને ચચાન્નપટનાની સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. કુમારસ્વામીને જેડીએસના મોટા નેતા માનવામાં આવે છે. શરૂઆતી રૂઝાનમાં કુમારસ્વામી આગળ ચાલી રહ્યા છે.

સુરક્ષાની પૂરતી વ્યવસ્થા
ઉલ્લેખનીય છે કે કર્ણાટકની 224 માંથી 222 સીટો પર 12 મે ના રોજ મતદાન થયુ હતુ. આ વખતે ચૂંટણીમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો અને લગભગ 70 ટકા મતદાન થયુ છે. આજે થનારી મતગણતરીમાં સ્પષ્ટ થઈ જશે કે ભાજપ અને કોંગ્રેસ અને જેડીએસમાં કોનુ પલ્લુ ભારે છે. મતોની ગણતરી માટે પ્રદેશમાં 38 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે અને અહી સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે જેનાથી કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટનાને પહોંચી વળાય.

સુરક્ષા સ્થિતિ નિયંત્રણમાં
સુરક્ષા કારણોસર બધા મતગણતરી કેન્દ્રો પર 50000 પોલિસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. માત્ર બેંગલુરુમાં જ 11000 પોલિસ કર્મીઓ તૈનાત છે. સાથે જ એક રેપિડ એક્શન ફોર્સની કંપની, 20 કર્ણાટક સ્ટેટ રિઝર્વ પોલિસની કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. બેંગલુરુમાં 5 મહત્વના મતગણતરી સ્થળો પર ત્રણ શ્રેણીની કડક સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરી દેવામાં આવી છે. જાણકરી મુજબ આ બધી જગ્યાએ સુરક્ષા સ્થિતિ નિયંત્રણમાં છે.












Click it and Unblock the Notifications
