Karnataka Election: ભાજપે જાહેર કરી 23 ઉમેદવારોની બીજી યાદી, નારાજ જગદીશ શે્ટારનું નામ છે. છે બાકી
કર્ણાટકા વિધાનસભા ચૂંટણી 2023 માટે ભારતીય જનતા પાર્ટીએ બુધવારે પોતાના 23 ઉમેદવારોની બીજી યાદીની જાહેરાત કરી હતી. મંગળવારે 189 ઉમેદવારોની યાદી બહાર પાડ્યા બાદ ચૌવિસ કલાકમાં ભાજપે બીજી યાદી પણ જાહેર કરી છે.

ભાજપે મંગળવારે 224 બેઠક વાળી વિધાનસભાની 189 બેઠકો માટે ઉમેદવારોના નામોની યાદી બહાર પાડી છે. અને 23 ઉમેદવારોની નામની જાહેરાત કરી છે. જેનો અર્થ એ છે કે,12 ઉમેદવરોની જાહેરતા હજી બાકી છે.
ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ મુ્ખ્યમંત્રી બીએસ યુદિયુરપ્પાના સબંધી અને નજીકના એનઆર સંતોષનું નામ પણ યાદીમાથી ગાયબ છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપની આ બીજી યાદીમાં હૂબલી સીટનો સમાવેશ નથી. જ્યાથી વર્તમાન ભાજપ ધારાસભ્ય જગદીશ શેટ્ટાર, જે પૂર્વ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. અને તેમને ટીકિટ નહી મળવાના સંકેત આપવામાં આપવામાં આવ્યા હતા. બગાવત કરતા તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.
તેમણે ભાજપ પાસેથી ટીટકની માંગ કરી હતી. એ સાથે જ તેમણે ધમકી પણ આપી હતી કે જો તેમને ટીકટ નહી આપવામાં આવે તો તે પોતાની હૂબલી સીટ પર અપક્ષ ઉમેદવારી તરીકે ચૂંટણી લડશે.
માનવામાં આવી રહ્યુ છે કે, હૂબલીથી છ વાર વિજેતા રહેલા શેટ્ટારના અપક્ષ ચૂંટણી લડવાની ધમકીને જોતા પાર્ટીને નામોને અંતિ મરૂપ આપી રહી છે. અંતિમ સમયમાં બદલાવ કરી રહી છે.
મુખ્યમંત્રી બસવરાજ બોમાઇએ મંગળવારે કહ્યુ હતુ કે, પાર્ટી બે તબ્ક્કામાં ઉમેદવારોની યાદી બહાર પાડશે. પરંતુ આ યાદીમાં 23 જ નામ છે તો એ નક્કી છે કે, ત્રીજી યાદી પણ આવશે.












Click it and Unblock the Notifications
