For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક ફ્લોર ટેસ્ટ પહેલા યેદુરપ્પાનું મોટું નિવેદન

કર્ણાટક વિધાનસભામાં આજે સાંજે 4 વાગ્યે થનારા ફ્લોર ટેસ્ટમાં ભાજપ અને કોંગ્રેસ-જેડીએસ બંને પક્ષ સરકાર બનાવવા માટે આત્મવિશ્વાસ થી ભરપૂર છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટક વિધાનસભામાં આજે સાંજે 4 વાગ્યે થનારા ફ્લોર ટેસ્ટમાં ભાજપ અને કોંગ્રેસ-જેડીએસ બંને પક્ષ સરકાર બનાવવા માટે આત્મવિશ્વાસ થી ભરપૂર છે. જ્યાં એક તરફ કોંગ્રેસ દાવો કરી રહી છે કે તેમની પાસે સરકાર બનાવવા માટે જરૂરી નંબર છે તો બીજી તરફ યેદુરપ્પા ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેઓ 100 ટકા બહુમત મેળવી લેશે. યેદુરપ્પા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ 100 ટકા પૂર્ણ બહુમત મેળવી રહ્યા છે. કાલથી તેઓ એવા બધા જ નિર્ણય લેશે જેના માટે તેમને કર્ણાટકની જનતાને વચનો આપ્યા હતા.

karnataka floor test

જયારે બીજી બાજુ ભાજપા નેતા સદાનંદ ગૌડા ઘ્વારા પણ જણાવવામાં આવ્યું કે તમે સાંજે 4.30 વાગ્યા સુધી રાહ જુઓ. અમારી જીત થશે અને બીએસ યેદુરપ્પા આવનારા 5 વર્ષ માટે કર્ણાટકના મુખ્યમંત્રી બનશે. તેમને ભાજપની જીત અંગે ભરોષો અપાવ્યો છે. કેન્દ્રીય મંત્રી અનંત કુમાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન અયોગ્ય છે કર્ણાટકની જનતા તેને સ્વીકાર નહીં કરે.

પરંતુ ભાજપ ઘ્વારા કરવામાં આવી રહેલા આ બધા જ દાવાઓ પોકળ ગણાવતા કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ભાજપ પાસે નંબર નથી અમે ફ્લોર ટેસ્ટ માં સરળતા થી જીત મેળવી લઈશુ કોંગ્રેસ ના બીજા એક વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે બહુમત નંબર ભાજપ વિરુદ્ધ છે બધા જ વિધાયકો અમારા પક્ષમાં છે અમે સરકાર બનાવવા જઈ રહ્યા છે આપણે જણાવી દઈએ કે સુપ્રીમકોર્ટના આદેશ પછી આજે સાંજે 4 વાગ્યે ભાજપે વિધાનસભામાં પોતાનો બહુમત સાબિત કરવો પડશે

English summary
Karnataka floor test yeddyurappa big statement ahead of crucial floor test.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X