Karnataka Opinion Poll : કર્ણાટકમાં બીજેપીનો ગરબો ઘરે આવશે, જાણો શું કહે છે Lok Poll?
કર્ણાટક લોકસભા ચૂંટણીમાં બીજેપી, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. તમામ પાર્ટીઓ હાલ એક્શન મોડમાં છે ત્યારે હવે વધુ એક ઓપિનિયન પોલ સામે આવ્યો છે. આ પોલમાં બીજેપીને મોટો ઝટકો મળતો જોવા મળી રહ્યો છે.
બીજેપી માટે કર્ણાટકમાં સ્થિતી બગડવાને બદલે બગડી રહી છે. ટિકિટ કપાતા એક પછી એક મોટા નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. આ સ્થિતી વચ્ચે હવે સામે આવેલા લોક પોલના ઓપિનિયન પોલમાં બીજેપીનો ગરબો ઘરે આવતો જોવા મળી રહ્યો છે.

હાલમાં જ સામે આવેલા આ સર્વેમાં કોંગ્રેસને બમ્પર જીત મેળવતી જોવા મળી રહી છે. લોક પોલ અનુસાર, કર્ણાટકમાં સત્તાધારી બીજેપીને માત્ર 66-69 સીટ મળવાની સંભાવના છે. બીજી તરફ કોંગ્રેસ ધમાકેદાર જીત મેળવતી જોવા મળી રહી છે. આ સર્વે અનુસાર, કર્ણાટકમાં કોંગ્રેસને બહુમત મળી શકે છે અને પાર્ટી 128-131 સીટો જીતીની સરકાર બનાવશે.
65 હજાર મતદારોના મંતવ્યો લઈને કરાયેલા આ ઓપિનિયન પોલ અનુસાર વોટ શેરની વાત કરીએ તો કર્ણાટકમાં બીજેપીને 30-33 ટકા અને કોંગ્રેસને 42-45 ટકા વોટ મળી શકે છે.
અહીં તમને જણાવી દઈએ કે, ફેબ્રુઆરીમાં બીજેપીને 33-36 ટકા વોટ અને કોંગ્રેસને 39-42 ટકા વોટ મળવાની ધારણા હતી. ગયા એક મહિનામાં કોંગ્રેસના વોટ શેરમાં વધારો થયો છે અને બીજેપીનો વોટશેર ઘટી રહ્યો છે.
Karnataka mega survey:
— Lok Poll (@LokPoll) April 17, 2023
After our extended survey till the end of March, we present you the updated numbers for #Karnatakaelections2023.
Projected seats:
▪️BJP 66 - 69
▪️INC 128 - 131
▪️JD(S) 21 - 25
▪️Oth 0 - 2
Sample size: 65,000 pic.twitter.com/NqdCPGTe2z
અહીં તમને જણાવી દઈએ કે, કર્ણાટક ઈલેક્શન માટે હાલ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. હાલ તમામ પાર્ટીના નેતાઓ સમર્થકો સાથે ઉમેદવારી ભરવા પહોચી રહ્યા છે. બીજેપી અને કોંગ્રેસના ઘણા નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે.












Click it and Unblock the Notifications
