Karnataka: પીએમ મોદીના ભાઇ પ્રહલાદ મોદીની કારનો ભિષણ અકસ્માત થયો, હોસ્પિટલમાં દાખલ
કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈની કારને અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી મુજબ, પ્રહલાદ મોદી પરિવાર સાથે મૈસુર જઈ રહ્યા હતા. કાર એટલી ખરાબ રીતે અથડાઈ છે કે આગળનો ભાગ સંપૂર્ણપણે વિખેરાઈ ગયો છે.
કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈની કારને અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી મુજબ, પ્રહલાદ મોદી પરિવાર સાથે મૈસુર જઈ રહ્યા હતા. કાર એટલી ખરાબ રીતે અથડાઈ છે કે આગળનો ભાગ સંપૂર્ણપણે વિખેરાઈ ગયો છે. હાલમાં તેમને સમગ્ર પરિવાર સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ કારમાં પ્રહલાદ મોદીની પત્ની અને બાળકો પણ હતા. અકસ્માતમાં સમગ્ર પરિવારને નાની મોટી ઈજાઓ પહોંચી છે. PM મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદી દામોદરદાસ મૂળચંદ મોદી અને તેમની પત્ની હીરાબેનને જન્મેલા છ બાળકોમાંથી ચોથા નંબરે છે. તેઓ ઓલ ઈન્ડિયા ફેર પ્રાઈસ શોપ ડીલર્સ ફેડરેશનના ઉપપ્રમુખ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રહલાદ મોદી કાર દ્વારા મૈસૂર (કર્ણાટક) નજીક બાંદીપુરા જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. કડાકોલા પહોંચતા જ કાર અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માતમાં તેમની કારનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. જો કે આભની વાત એ છે કે કાર અથડાતા જ સ્થાનિક લોકો બચાવ માટે દોડી આવ્યા હતા. આ પછી પ્રહલાદ મોદીના પરિવારજનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મૈસુરના પોલીસ અધિક્ષક સીમા લટકરે અકસ્માત બાદ ઘટનાસ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ મામલે પ્રહલાદ મોદીની પુત્રીનું કહેવું છે કે બાંદીપોરા જતી વખતે આ અકસ્માત થયો હતો. કાર અકસ્માતમાં મારા પિતા પ્રહલાદ મોદી અને મારા ભાઈ અને ભાભીને ઈજા થઈ છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે જ સમયે, ઘણા મીડિયા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે પરિવારના બે સભ્યોની હાલત નાજુક છે. જો કે અત્યાર સુધી આ સમગ્ર મામલે પીએમ મોદી નરેન્દ્ર મોદીનું કોઈ નિવેદન આવ્યું નથી. જણાવી દઈએ કે પીએમ મોદીના ભાઈ ઓલ ઈન્ડિયા ફેર પ્રાઈસ શોપ ડીલર્સ ફેડરેશનના ઉપાધ્યક્ષ છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
