કર્ણાટકઃ બાગી ધારાસભ્યના ભાઈ, ‘અમે બધા એકજૂટ, સરકાર ફરીથી પાછી આવશે'

કર્ણાટકમાં કોંગ્રેસ નેતા બયર્થી સુરેશે કહ્યુ કે બધા નેતા એક સાથે છે અને તે સરકારને સ્થિર રાખવા ઈચ્છે છે.

કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસની ગઠબંધનની સરકારનું સંકટ ખતમ થવાનુ નામ નથી લઈ રહ્યુ. સતત બાગી ધારાસભ્યોને મનાવવાની કોશિશ ચાલી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા બયર્થી સુરેશે કહ્યુ કે બધા નેતા એક સાથે છે અને તે સરકારને સ્થિર રાખવા ઈચ્છે છે. તમને જણાવી દઈએ કે સુરેશ કોંગ્રેસ નેતા બયર્થી બાસવારાજના ભાઈ છે, તે એ 13 ધારાસભ્યોમાં શામેલ છે જેમણે સ્પીકરને પોતાનુ રાજીનામુ સોંપી દીધુ છે. તમને જણાવી દઈએ કે શનિવારે કોંગ્રેસ અને જેડીએસના 10 ધારાસભ્ય મુંબઈની હોટલમાં પહોંચ્યા છે.

basyarthi suresh

જ્યારે સુરેશને બાસવારાજ વિશે પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે તેમનો ફોન નંબર પહોંચથી બહાર છે, હું તેમની સાથે પછીથી વાત કરીશુ. તેમનો ફોન બંધ છે. હું તેમને ફોન કરતો રહીશ. મને ખબર નથી કે હાઈ કમાન્ડે શું નિર્ણય લીધો છે. અમે બધા સાથે છીએ. અમે ઈચ્છીએ છીએ કે સરકાર ફરીથી પાછી આવે. મને આ વાતની જાણકારી નથી કે મારો ભાઈ ભાજપના સંપર્કમાં છે કે નહિ. તેમનો ફોન પહોંચથી બહાર છે. આ દરમિયાન નારાજ ધારાસભ્ય મુંબઈના સોફિટેલ હોટલમાં રોકાયા છે. તેમનું કહેવુ છે ક રાજીનામુ પાછુ લેવાનો સવાલ જ નથી ઉઠતો.

કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય એસ ટી સોમશેખરે કહ્યુ કે અમે 10 ધારાસભ્ય અહીં છે. કુલ 13 ધારાસભ્યોએ સ્પીકર કે આર રમેશ કુમાર અને રાજ્યપાલ વજુભાઈ વાળાને રાજીનામુ આપી દીધુ છે. અમે બધા એકસાથે છીએ. પોતાના નિર્ણયથી પાછુ ફરવાનો કોઈ સવાલ નથી ઉઠતો. કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધારમૈયાએ કોંગ્રેસ વિધાનમંડળની બેઠક 9 જુલાઈએ બોલાવી છે. તમામ ધારાસભ્યોને આ બેઠકમાં શામેલ થવા માટે કહેવામાં આવ્યુ છે. આમ ન કરવા પર તેમની સામે કડક કાર્યવાહી કરવાની પણ વાત કહેવામાં આવી છે. આ બેઠકમાં કે સી વેણુગોપાલ, મલ્લિકાર્જૂન ખડગે પણ હાજર રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X