Karnataka Result : મુખ્યમંત્રી પદેથી બસવરાજ બોમ્મઈએ રાજીનામું આપ્યુ, રવિવારે કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક મળશે

કર્ણાટકમાં ખરાબ રીતે હાર્યા બાદ બસવરાજ બોમ્મઈએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે. હવે કોંગ્રેસના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક યોજાશે અને નવા મુખ્યમંત્રીની પસંદગી કરશે.

કર્ણાટકમાં કોંગ્રેસે શાનદાર જીત સાથે બીજેપી પાસે રહેલા એક માત્ર સાઉથના રાજ્યમાંથી પણ તેને બહાર કરી દીધી છે. કોંગ્રેસની આ શાનદાર જીત બાદ હવે મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ પદ પરતી રાજીનામું આપ્યુ છે. બોમ્મઈએ રાજ્યપાલ થાવરચંદ ગેહલોત સાથે મુલાકાત કરીને પોતાનું રાજીનામું સોંપ્યુ છે.

Basavaraj Bommai

રાજ્યપાલને રાજીનામું આપ્યા બાદ બસવરાજ બોમ્મઈએ કહ્યું કે, રાજ્યપાલે રાજીનામું સ્વીકારી લીધું છે. અમે લોકોના આદેશને સન્માનપૂર્વક સ્વીકારીએ છીએ. તેમણે કહ્યું કે આ વખતે 36 ટકાથી વધુ વોટ મળ્યા છતાં અમને ઓછી સીટો મળી છે. અમે હારનું વિશ્લેષણ કરીશું.

બીજી તરફ હવે કોંગ્રેસ રાજ્યમાં સરકાર બનાવવાની તૈયારી કરી રહી છે. સિદ્ધારમૈયા અને શિવકુમાર બંને મુખ્યમંત્રી પદની રેસ છે. સિદ્ધારમૈયા 2013 થી 2018 સુધી રાજ્યના મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે. કર્ણાટક કોંગ્રેસના પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલાના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ વિધાનસભ્ય દળની પ્રથમ બેઠક રવિવારે સાંજે મળશે.

અહીં તમને જણાવી દઈએ કે, ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, કોંગ્રેસે 113 બેઠકોનો જાદુઈ આંકડો પાર કરતા 135 બેઠકો જીતી છે અને એકમાં લીડ છે. કોગ્રેસને કુલ 42.9 ટકા વોટ મળ્યા છે.

બીજી તરફ બીજેપીની વાત કરીએ કે, બીજેપીનો વોટ શેર 36.2 ટકાથી ઘટીને 36 ટકા થયો છે પરંતુ તેની સીટો 104થી ઘટીને 65 થઈ ગઈ. ગયા વર્ષે ડિસેમ્બરમાં હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી બાદ બીજેપીની આ બીજી હાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X