કોંગ્રેસના 'ઈવીએમ રાગ' પર ખુબ હસ્યાં સુબ્રમણ્યમ સ્વામી

કર્ણાટક ના 222 વિધાનસભા સીટો માટે વોટોની ગણતરી ચાલુ છે. શરૂઆતી રૂઝાનમાં બીજેપીને શાનદાર લીડ મળી છે.

કર્ણાટક ના 222 વિધાનસભા સીટો માટે વોટોની ગણતરી ચાલુ છે. શરૂઆતી રૂઝાનમાં બીજેપીને શાનદાર લીડ મળી છે. બીજેપી ઘ્વારા 100 નો આંકડો પાર કરી લેવામાં આવ્યો છે. જયારે કોંગ્રેસ (70) બીજા અને જેડીએસ (38) ત્રીજા નંબરે ચાલી રહી છે. રૂઝાન મુજબ ભાજપા સૌથી આગળ ચાલી રહી છે જેને જોઈને લાગે છે કે બીજેપી પ્રદેશમાં એકલા હાથે પણ સરકાર બનાવી શકે છે. જયારે કર્ણાટક ઈલેક્શન પરિણામ બાબતે કોંગ્રેસ નેતા મોહન પ્રકાશે ઈવીએમ મુદ્દે બીજેપીને ઘેર્યા હતા. પરંતુ કોંગ્રેસ ઘ્વારા લગાવવામાં આવેલા આરોપ પર સુબ્રમણ્યમ સ્વામી ઘ્વારા કંઈક અલગ જ પ્રતિક્રિયા આપવામાં આવી.

subramanian swamy

કોંગ્રેસ નેતા મોહન પ્રકાશ ઘ્વારા જણાવવામાં આવ્યું કે, હું શરૂઆત થી કહી રહ્યો છું, એવી કોઈ જ પાર્ટી નથી જેને ઈવીએમ પર સવાલ ના ઉઠાવ્યા હોય. તેમને બીજેપી પર નિશાનો સાધતા જણાવ્યું કે બીજેપી ઘ્વારા પર પહેલા ઈવીએમ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. હવે જયારે બધા જ પક્ષો ઈવીએમ પર સવાલ ઉઠાવી રહ્યા છે તો બીજેપી બેલેટ ઘ્વારા ઈલેક્શન કરાવવા માટે પક્ષમાં કેમ નથી. તેના પર સુબ્રમણ્યમ જોરજોર થી હસવા લાગ્યા.

હાલમાં જે રૂઝાન આવ્યા છે તેના અનુસાર બીજેપી કર્ણાટક ઈલેક્શનમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે. બપોરે 1 વાગ્યે આવેલા રૂઝાન અનુસાર ભાજપા 108 સીટો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ 71 સીટો પર આગળ છે જયારે જેડીએસ 41 સીટો પર આગળ ચાલી રહી છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે કર્ણાટક વિધાનસભા પરિણામો બાદ કોંગ્રેસ PPP માં બદલાઈ જશે. આનો મતલબ સમજાવતા તેમણે કહ્યુ કે પરિણામો બાદ કોંગ્રેસ PPP કોંગ્રેસ બની જશે. એટલે કે પંજાબ, પુડુચેરી અને પરિવાર કોંગ્રેસ. કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે તેનાથી એ વાત સાચી સાબિત થઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X