વરિષ્ઠ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારની તબિયત બગડી, હોસ્પિટલમાં ભરતી
કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારને મોડી રાતે બેંગલુરુની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. મોડ઼ી રાતે અચાનક તેમની તબિયત બગડી ગઈ ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા.
કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારને મોડી રાતે બેંગલુરુની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. મોડ઼ી રાતે અચાનક તેમની તબિયત બગડી ગઈ ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. ડીકે શિવકુમારને રાતે અચાનક છાતીમાં દુઃખાવો થવા લાગ્યો જેના કારણે તેમને ભરતી કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ એક નવેમ્બરે શિવકુમારની તબિયત બગડી ગઈ હતી અને તેમને હાઈ બ્લડ પ્રેશર અને શુગર લેવલ વધવાના કારણે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ડીકે શિવકુમાર મની લૉન્ડ્રીંગ કેસમાં કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે અને હાલમાં જ જેલમાંથી છૂટ્યા છે. 23 ઓક્ટોબરના રોજ દિલ્લી હાઈકોર્ટમાંથી ડીકે શિવકુમારને શરતી જામીન મળ્યા હરતા. શિવકુમારને ઈડીએ 3 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરી હતી. કોંગ્રેસના સંકટમોચક કહેવાતા ડીકે શિવકુમારે મની લૉન્ડ્રીંગ કેસમાં જામીન મળ્યા બાંદ બેંગલુરુ પહોંચ્યા બાદ કહ્યુ હતુ કે તે નબળા નહિ પરંતુ વદુ મજબૂત બન્યા છે અને સરેન્ડર કરવાનો સવાલ જ નથી. તેમણે એ પણ કહ્યુ હતુ કે તે ન્યાય માટે લડતા રહેશે. શિવકુમારને 50 દિવસની કસ્ટડી બાદ દિલ્લી ન્યાયાલયમાંથી શરતી જામીન પર તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
