ત્રિશંકુ વિધાનસભાના અણસાર, જાણો કેવી રીતે બનશે સરકાર
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના મતોની ગણતરી શરૂ થઈ ચૂકી છે, આ વખતે કર્ણાટકના રાજા કોણ હશે, તેનો નિર્ણય થોડા કલાકોમાં થઈ જશે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના મતોની ગણતરી શરૂ થઈ ચૂકી છે, આ વખતે કર્ણાટકના રાજા કોણ હશે, તેનો નિર્ણય થોડા કલાકોમાં થઈ જશે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ સત્તા મેળવવા માટે એડી-ચોટીનું જોર લગાવી દીધુ છે. પરંતુ જીતશે તે જ જેણે જનતાને બરાબર સમજી હશે.

જદ(એસ) કિંગમેકરની ભૂમિકામાં
જો કે વોટિંગ બાદ આવેલા એક્ઝિટ પોલમાં ઘણી જગ્યાએ કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભાના અણસાર બતાવવામાં આવ્યા છે. મોટાભાગના એક્ઝિટ પોલ એ કહે છે કે આ વખતે ચૂંટણીમાં ભાજપ જ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરશે. તો વળી, જદ(એસ) કિંગમેકરની ભૂમિકામાં નજરે પડી રહ્યા છે.
એક્ઝિટ પોલ
ઉલ્લેખનીય છે કે રિપબ્લિક ટીવી-જનની વાત અને એબીપી-સી વોટરના એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યુ છે કે ભાજપ રાજ્યની 224 સભ્યોની વિધાનસભામાં સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરશે અને 104-116 સીટો મેળવશે. બંને ટીવી ચેનલોએ રાજ્યમાં વર્તમાનમાં સત્તારૂઢ કોંગ્રેસને ક્રમશઃ 78 સીટો અને 83-84 સીટો આપી છે. વળી, પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાના નેતૃત્વવાળા જદ(એસ) ને ક્રમશઃ 37 અને 20-29 સીટો મળવાની સંભાવવના જણાવવામાં આવી છે.
222 વિધાનસભા સીટો પર થયુ હતુ મતદાન
રાજ્યની 224 વિધાનસભા સીટોમાંથી 222 વિધાનસભા સીટો પર મતદાન થયુ. કોઈ પણ પાર્ટીને સરકાર બનાવવા માટે 112 વિધાયકોની જરૂર પડશે. ઈન્ડિયા ટુડે-એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસ રાજ્યમાં બહુમતમાં આવી શકે છે. વળી, ભાજપને 79 થી 92 સીટો મળવાની સંભાવના જતાવવામાં આવી છે. વળી, એનડીટીવીના પોલ અનુસાર ભાજપ, કોંગ્રેસ અને જેડીએસને ક્રમશઃ 97, 90 અને 31 સીટો મળવાની સંભાવના જતાવવામાં આવી છે.












Click it and Unblock the Notifications
