કાશ્મીર બંધ: પોલીસે યાસીન મલિકને હિરાસતમાં લીધો
ગુરુવારે કાશ્મીરમાં હુરિયત નેતાઓ તરફ થી વધુ એક દિવસ માટે બંધ રાખવામાં આવ્યો છે. આ બંધ હેઠળ જ જમ્મુ કાશ્મીર પોલીસે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના નેતા યાસીન મલિકની ધરપકડ કરી લીધી છે.
ગુરુવારે કાશ્મીરમાં હુરિયત નેતાઓ તરફ થી વધુ એક દિવસ માટે બંધ રાખવામાં આવ્યો છે. આ બંધ હેઠળ જ જમ્મુ કાશ્મીર પોલીસે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના નેતા યાસીન મલિકની ધરપકડ કરી લીધી છે. તેની સાથે સાથે અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીને પણ નજરબંધ કરી દેવામાં આવ્યા છે. હુરિયત અને અલગાવવાદી નેતાઓ તરફથી આ બંધ નાગરિકોની થઇ રહેલી મૌતને કારણે રાખવામાં આવ્યું હતું.

કાશ્મીરમાં રમઝાન પછી કાંસો લોન્ચ
ઈદના દિવસે નમાજ પછી કાશ્મીરના અલગ અલગ હિસ્સામાં સુરક્ષાબળો અને યુવાઓ વચ્ચે હિંસા અને પથ્થરબાજી થયી. સુરક્ષાબળોની કાર્યવાહીમાં ત્રણ યુવકો વિકાસ અહમદ, સિરાજ અહમદ, અને એઝાઝ અહમદની મૌત થઇ ચુકી છે. જયારે એક યુવક પણ ઘાયલ થઇ ગયો છે. આ વચ્ચે રમઝાન પછી સીઝફાયર ખતમ થયા પછી સેના ઘ્વારા કોડ અને સર્ચ ઓપરેશન એટલે કે કાંસો ફરીથી લોન્ચ કરી દેવામાં આવ્યું છે. આ ઓપરેશન સેના દક્ષિણ કાશ્મીર અને ઉત્તર કાશ્મીરમાં ચલાવી રહી છે. આ હિસ્સામાં કાસોનાં વિરોધમાં મોટા પ્રદર્શનો પણ થઇ રહ્યા છે.












Click it and Unblock the Notifications
