કાશ્મીરી પ્રદર્શનકારીઓએ લશ્કરી શાળા પર હુમલો કર્યો

આ ઘટના અંગે પોલીસ પ્રવક્તાના જણાવ્યા મુજબ તોફાનીઓનું એક જૂથ હાજીન ખાતેની આર્મી સ્કૂલના મકાન પર ધસી આવ્યું હતું અને તેને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ફાયરમેનોએ સમયસર ત્યાં પહોંચી જઈને આગને બુઝાવી દીધી હતી.
તોફાનીઓ ભાગી જતાં સ્કૂલના મકાનને કોઈ મોટું નુકસાન થયું નથી. માત્ર બે ક્લાસના ફર્નિચરને નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે રવિવારે માર્ખુંડલ ગામમાં લશ્કરે કરેલા ગોળીબારમાં બે યુવાન માર્યા ગયા હતા. પોલીસે લશ્કરના ન ઓળખાયેલા જવાનો સામે ફરિયાદ નોંધી છે અને લશ્કરે પણ આ બનાવમાં તપાસ શરૂ કરી છે.
દરમિયાન, બે યુવાનનાં મરણના વિરોધમાં હુર્રિયત તથા જેકેએલએફ સંગઠને સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં બંધનું એલાન કર્યું છે. તેને લીધે શ્રીનગર સહિત અનેક શહેરો, ગામોમાં જનજીવન સ્થગિત થઈ ગયું છે.












Click it and Unblock the Notifications
