For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ધારહરા મીનાર ધસી પડ્યો, 400 લોકો ફસાયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 એપ્રિલ: નેપાળમાં આવેલા હાઇ તીવ્રતાવાળા ભૂકંપમાં ભારે નુકસાન થયું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.9 આંકવામાં આવી રહી છે. તેનું કેન્દ્ર બિંદુ પોખરાથી 80 કિમી દુર તામજુંગ છે જે જમીનમાં 31 કિમી અંદર આવેલ છે. અત્યાર સુધીની જાણકારી અનુસાર નેપાળમાં 30 લોકોના મરવાની ખરાઇ કરાઇ ચૂકી છે જ્યારે હજી આ મૃત્યુઆંક 150 સુધી પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ન્યૂઝ એજન્સી રોયટર અનુસાર કાઠમાંડૂના ધારહરા મીનારના ધસવાથી 400 લોકોના ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાહત અને બચાવ કાર્યની ગતિ વધારી દેવામાં આવી છે. એનડીએમસીની ટીમમાં નેપાળ રવાના થઇ ગઇ છે.

આ ભૂકંપ નેપાળના ઇતિહાસમાં બીજો સૌથી મોટો ભૂકંપ છે. આ પહેલા 1934માં નેપાળ અને ઉત્તરી બિહારમાં 8.0 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં 10,600 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. નેપાળની સાથે સાથે ઉત્તર ભારતમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જેમાં બિહાર, નેપાળ, અસમ, કોલકાતા, ઉત્તરાખંડ, ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ બંગાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભારતમાં 20 લોકોના મોત
નેપાળમાં આવેલા જબરદસ્ત ભૂકંપને પગલે ભારતમાં પણ જાનમાલનું નુકસાન થયું છે. ભારતમાં 20 લોકોના મોત થયાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. જ્યારે નેપાળમાં કુલ મૃત્યુઆંક 150 પહોંચ્યો છે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઇ લેવલ બેઠક બોલાવી
  • ભારતમાં 20ના મોત
  • બિહારમાં 15ના મોત
  • પશ્ચિમ બંગાળમાં 3ના મોત
  • ઉત્તર પ્રદેશમાં 2ના મોત
  • નેપાળમાં કુલ મૃત્યુઆંક 150 પહોંચ્યો

નેપાળ અને ભારતમાં મોતનો મંજર જુઓ વીડિયોમાં...

નેપાળ અને ભારતમાં મોતનો મંજર

નેપાળ અને ભારતમાં મોતનો મંજર

આ ભૂકંપ નેપાળના ઇતિહાસમાં બીજો સૌથી મોટો ભૂકંપ છે. આ પહેલા 1934માં નેપાળ અને ઉત્તરી બિહારમાં 8.0 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

નેપાળ અને ભારતમાં મોતનો મંજર

નેપાળ અને ભારતમાં મોતનો મંજર

નેપાળમાં આવેલા જબરદસ્ત ભૂકંપને પગલે ભારતમાં પણ જાનમાલનું નુકસાન થયું છે. ભારતમાં 20 લોકોના મોત થયાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. જ્યારે નેપાળમાં કુલ મૃત્યુઆંક 150 પહોંચ્યો છે.

ભૂકંપની અસર, કાઠમાંડૂ

ભૂકંપની અસર, કાઠમાંડૂ

ઇજાગ્રસ્તોને કાઠમાંડૂમાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે.

ભૂકંપની અસર, કોલકાતા

ભૂકંપની અસર, કોલકાતા

હાઇરાઇઝ કંપનીના કર્મચારીઓ ભૂકંપના આંચકા અનુભવાતા બિલ્ડિંગમાંથી રસ્તા પર આવી ગયા હતા.

ભૂકંપની અસર, કાઠમાંડૂ

ભૂકંપની અસર, કાઠમાંડૂ

ઇજાગ્રસ્તોને કાઠમાંડૂમાં મેડિકેર હોસ્પિટલના સ્ટાફ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે.

ભૂકંપની અસર, કોલકાતા

ભૂકંપની અસર, કોલકાતા

હાઇરાઇઝ કંપનીના કર્મચારીઓ ભૂકંપના આંચકા અનુભવાતા બિલ્ડિંગમાંથી રસ્તા પર આવી ગયા હતા.

ભૂકંપની અસર, રાંચી

ભૂકંપની અસર, રાંચી

રાંચીમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો પોતાના ઘરની બહાર આવી ગયા હતા.

નેપાળ અને ભારતમાં મોતનો મંજર

નેપાળ અને ભારતમાં મોતનો મંજર

English summary
Kathmandu’s Dharara Tower collapses after massive 7.9 magnitude earthquake. 150 People were died whereas 400 people Trapped into the tower.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X