અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પાસે રેલીનો હિસાબ માંગ્યો

કેજરીવાલે પૂછ્યું છે કે રેલી માટે ખાસ ટ્રેન્સ અને બસો દોડાવવામાં આવી હતી. કોંગ્રેસે આ પાછળ કેટલો ખર્ચ કર્યો તેનો હિસાબ આપવો જોઇએ. કેજરીવાલે જણાવ્યું કે "કોંગ્રેસ કહેતી ફરે છે કે તેઓ આરટીઆઇનો કાયદો લાવ્યા છે તો તેમણે આ જ કાયદા હેઠળ જનતા સમક્ષ જાહેર કરવું જોઇએ કે તેમણે કેટલો ખર્ચ કર્યો છે."
નોંધનીય છે કે કેજરીવાલ એક પણ મુદ્દે કોંગ્રેસને ઘેરવાનું ચૂકતા નથી. ત્યારે એક પ્રશ્ન એ પણ ઉઠે છે કે તેઓ માત્ર કોંગ્રેસ પાસેથી જ કેમ હિસાબ માંગે છે. નીતિશ કુમારે પટનામાં જે રેલી યોજી હતી તેના ખર્ચનો હિસાબ કેમ માંગ્યો નથી.












Click it and Unblock the Notifications
