For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

26/11ના હિરો NSG જવાનો જીવી રહ્યા છે દયનીય જીવનઃ કેજરીવાલ

By Super
|
Google Oneindia Gujarati News

kejriwal_nsg
નવીદિલ્હી, 22 નવેમ્બર: પુણેની યરવડા જેલમાં મુંબઇ હુમલાના આરોપી અજમલ કસાબને ફાંસી આપ્યાના બીજા દિવસે અરવિંદ કેજરીવાલે એનએસજી કમાન્ડોનો મુદ્દો ઉઠાવ્યો છે. ગુરુવારે પત્રકાર પરિષદ યોજતા અરવિંદ કેજરીવાલે 26/11ના હિરો સાથે સરકાર દ્વારા કરવામાં આવેલા વ્યવહારનો મુદ્દો ઉઠાવતા કહ્યું છે કે 26/11ના એનએસજી કમાન્ડો દયનીય જીવન વિતાવી રહ્યાં છે. ગુરુવારે યોજેલી પત્રકાર પરિષદમાં કેજરીવાલ સાથે પૂર્વ એનએસજી જવાન સુરેન્દ્ર પણ ઉપસ્થિત હતા. જેમણે સરકાર પર પ્રહારો કર્યા હતા. જેના જવાબમાં મનિષ તિવારીએ કહ્યું છેકે સરકાર હંમેશા જવાનો સાથે છે.

કેજરીવાલે આક્ષેપ મુક્યો છે કે એનસજી કમાન્ડો કે જેમણે 26/11ના આતંકવાદી હુમલા દરમિયાન મહત્વની ભૂમિકા ભજવી હતી તેઓ હાલ દયાપાત્ર જીવન નિર્વાહ કરી રહ્યાં છે. તેમાના કેટલાકને ના તો પેન્શન મળ્યું છે કે ના તો તેમને મોડિકલ બેનિફિટ આપવામાં આવ્યું છે.

પૂર્વ એનસજી કમાન્ડો સુરેન્દ્ર સિંહે કહ્યું છે કે, ઓક્ટોબર 2011માં નિવૃત થયા પછી 13 મહિનાથી કોઇ પેન્શન મળી રહ્યું નથી કે અને જે પૈસા થયા તે આપવાની સરકારને ના પાડી દીધી. 008ના હુમલાના ઇજાગ્રસ્ત થયેલા જવાનોને સરકાર દ્વારા કોઇ મદદ કરવામાં આવી રહી નથી.

સુચના અને પ્રસારણ મંત્રી મનિષ તિવારીએ કહ્યું છે કે, સરકારને જવાનો પ્રત્યે આદર છે અને હંમેશા આદર રહેશે, સરકારે તમામ જવાનોને 25 હજાર રૂપિયાનું પેન્શન આપ્યું છે. આ રીતે જવાનોને રાજકીય મુદ્દો બનાવવો તે યોગ્ય નથી.

આ પહેલા કેજરીવાલે ટ્વિટ કર્યું હતું કે, ' કસાબને ગઇકાલે ફાંસી આપવામાં આવી, પરંતુ એ એનએસજી કમાન્ડોનું શું? કે જેમણે તે દિવસે પોતાની જાન પર ખેલીને આતંકવાદીઓ સામે યુદ્ધ છેડ્યું હતું. તેઓ હાલ દયાપાત્ર જીવન વિતાવી રહ્યા છે, તેમાના કેટલાકને નોકરી પરથી કાઢી મુકવામાં આવ્યા છે. તેઓ પોતાના મેડિકલ બિલ્સ પણ જાતે ભરી રહ્યાં છે, તેમને કોઇ જ સન્માન આપવામાં આવ્યું નથી. તેમાના એકે હિંમત કરીને અમને આ બધું જણાવ્યું છે.

નોંધનીય છે કે, બુધવારે 21 નવેમ્બર 2012ના રોજ સવારે 7.30 વાગ્યે 26/11ના અધ્યાયનો પૂર્ણ વિરામ આદરતા સરકારે એકમાત્ર જીવીત આરોપી અજમલ કસાબને ફાંસી આપી દીધી હતી. જેને પુણેની યરવડા જેલમાં જ દફનાવી દેવામાં આવ્યો હતો. મુંબઇમાં 2008માં હુમલો થયો હતો જેમાં 181 જેટલા લોકો મર્યાં હતા.

English summary
A day after Mumbai terror attack accused Ajmal Kasab was hanged in Pune's Yerwada jail, activist-turned-politician Arvind Kejriwal is taking up the cause of National Security Guard (NSG) commandos who fought the terrorists during the massacre.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X