For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડ્રાઈવિંગ ટેસ્ટ માટે હવે રવિવાર સુધી રાહ નહીં જોવી પડે, કેજરીવાલ સરાકરની રાહત

ડ્રાઈવિંગ ટેસ્ટ માટે હવે રવિવાર સુધી રાહ નહીં જોવી પડે, કેજરીવાલ સરાકરની રાહત

|
Google Oneindia Gujarati News

ઑફિસ અથવા તો કામકાજના કારણે ડ્રાઈવિંગ ટેસ્ટ ના આપી શકતા લોકો માટે દિલ્હી સરકારે મોટી રાહત આપી છે. દિલ્હી સરકારે ડ્રાઈવિંગ લાઈસેન્સ માટે ટેસ્ટનો સમય 2 કલાક વધારી દીધો છે. દિલ્હી સરકારના પરિવહન વિભાગે ડ્રાઈવિંગ ટેસ્ટ અરજીઓની સુવિધા માટે 30 એપ્રિલથી ત્રણ ઑટોમેટેડ ટેસ્ટ ટ્રેક પર અપોઈનમેન્ટના સમયને 2 કલાક વધારવાનો ફેસલો લીદો છે. એટલે કે હવે દિલ્હીમાં સાંજના સમયે પણ કામકાજથી ફ્રી થયા બાદ લોકો ડ્રાઈવિંગ ટેસ્ટ કરી શકે છે.

driving test

જણાવી દઈએ કે વિભાગને જનતાએ ફીડબેક આપ્યો હતો કે ઘણા અરજદારો પોતાના કામના ટાઈમિંગને કારણે ડ્રેઈવિંગ ટેસ્ટની અપોઈનમેન્ટ નથી લઈ શકતા. વિભાગે બુધવારે એક નિવેદન જાહેર કરી જણાવ્યું કે આ 30 એપ્રિલથી નિર્ણય લાગૂ થશે. ઈચ્છુક ઉમેદવાર સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી ડ્રાઈવિંગ ટેસ્ટ માટે પોતાની અપોઈનમેન્ટ લઈ શકે છે. આ ડ્રાઈવિંગ ટેસ્ટ વિશ્વાસ નગર, મયુર વિહાર અને શકુરપુરના ઑટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર થશે.

સંબંધિત જિલ્લા પરિવહન અધિકારીઓને સાંજના સમયે પરીક્ષણ કરવા માટે જરૂરી વ્યવસ્થા કરવાની સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત ખાનગી કંપની રોસમેર્ટા ટેક્નોલોજી લિમિટેડને રાતે આઠ વાગ્યા સુધી કર્મચારીઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. સંબંધિત ડીટીઓ ટેસ્ટ દરમિયાન ઓચિંતી તપાસ કરી નજર રાખશે.

English summary
Kejriwal govt increased 2 hours for driving test
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X