For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'આપ'ની સરકાર અથવા રાષ્ટ્રપતિ શાસન, આજે થઇ શકે છે નિર્ણય

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 ડિસેમ્બર: દિલ્હીમાં સરકારને લઇને શનિવારે સ્થિતિ સ્પષ્ટ થઇ શકે છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે અથવા રાષ્ટ્રપતિ શાસન લાગશે, શનિવારે આ અંગેનો નિર્ણય લેવાઇ શકે છે. સરકાર ગઠિત કરવા માટે લેફ્ટિનેન્ટ ગવર્નર નજીબ જંગના આમંત્રણ પર 'આપ'ના નેતા અરવિંદ કેજરીવાલ સવારે 10.30 વાગ્યે મળશે અને પાર્ટીનો મત તેમની સામે મૂકશે.

આની વચ્ચે કોંગ્રેસે શુક્રવારે આપને બહારથી સમર્થન આપવાનો પત્ર ઉપરાજ્યપાલને મોકલી દીધો છે. દિલ્હીમાં કોંગ્રેસના પ્રભારી શકીલ અહમદે આ માહિતી આપી હતી. એવામાં આપ સરકાર બનાવવાનું દબાણ વધી ગયું છે. વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધારે બેઠકો મેળવનાર પહેલા ભાજપ પહેલા જ સરકાર બનાવવાનો ઇનકાર કરી ચૂકી છે.

જોકે આપ હજી સુધી જણાવતી રહી છે કે તેઓ કોઇને સમર્થન આપશે નહીં અને કોઇનો સમર્થન લેશે નહીં. ફરીથી એ સંભવ છે કે જો લેફ્ટિનેન્ટ ગવર્નરે આપને સરકાર બનાવવા માટે જણાવ્યું કે તેઓ પ્રસ્તાવ સ્વીકાર કરવાનો દાવ ચાલી શકે છે. પાર્ટીનો પ્રયાસ છે કે તે આ આરોપોથી બચી શકે છે કે તેઓ સરકાર બનાવવાથી પાછળ હટી શકે છે અને દિલ્હીને વધુ એક ચૂંટણી તરફ ધકેલી રહ્યા છે.

આપએ હવે એવી રણનીતિ બનાવી છે, જેમાં તેને પોતાની જીત દેખાઇ રહી છે. આ સંકેત શુક્રવારે સવારે મળ્યા, જ્યારે પાર્ટી સભ્યો કુમાર વિશ્વાસે સરકાર બનાવવાના મામલામાં તમામ વિકલ્પ ખુલ્લા રાખવાની વાત છે. આ પહેલા પાર્ટીના વરિષ્ઠ નેતા અને આ મામલે ચર્ચા કરવા માટે ગાઝિયાબાદ સ્થિત અરવિંદ કેજરીવાલના ઘરે પહુંચી ગયા હતા. ત્યાં સાંજ સુધી વિચાર-વિમર્શનો દૌર ચાલ્યો.

aap
બાદમાં પાર્ટી નેતા યોગેન્દ્ર યાદવે પહેલા તો જણાવ્યું કે અમારી પાસે બહુમત નથી અને અમે વિધાનસભામાં સૌથી મોટી પાર્ટી પણ નથી. પરંતુ વિશ્વાસના નિવેદન અંગે પૂછતા તેમણે જણાવ્યું કે, નૈતિક વિકલ્પો ઊઘાડા છે. પાર્ટી અનૈતિક વિકલ્પોનો સહારો નહીં લે. આપના પાયાના સિદ્ધાંતોમાં કોઇ ફેરફાર નથી થયો. દિલ્હીમાં અલ્પમત સરકાર બનાવવાના સવાલ પર તેમણે સ્પષ્ટપણે હા પણ ના કહી અને ના પણ ના કહી.

English summary
If Kejriwal declines LG Najeeb Jung’s offer which is likely to happen as declared by the party after a meeting of its political affairs committee then Delhi is set to come under President’s Rule.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X