For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NACમાં જવાનો શોખ નથી: કેજરીવાલનો પલટવાર

|
Google Oneindia Gujarati News

arvind kejriwal
નવી દિલ્હી, 20 ઓક્ટોબર: કેજરીવાલે દિગ્વિજયસિંહની ચિઠ્ઠીનો આજે જવાબ આપતા વળતો પ્રહાર કર્યો છે. કેજરીવાલે જણાવ્યું કે દિગ્વિજયસિંહ ખોટુ બોલી રહ્યા છે. નેશનલ એડવાયઝરી કાઉન્સિલમાં સભ્યપદ મેળવવાની વાત બિલકૂલ ખોટી છે.

કેજરીવાલે જણાવ્યું કે તેઓ આ અંગે ક્યારેય દિગ્વિજયસિંહ પાસે નથી ગયા. કેજરીવાલે જણાવ્યું કે તેમને એનએસીમાં કોઇ રસ નથી. કેજરીવાલે જણાવ્યું કે કોંગ્રેસ હચમચી ઉઠી છે માટે તેઓ દિગ્વિજયને હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે.

કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે અરવિંદ કેજરીવાલને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે કેજરીવાલ પોતાની જ સેવા કરનાર મહત્વકાંક્ષી વ્યક્તિ છે જે લોકતંત્રનું સન્માન કરતા નથી.

દિગ્વિજયે પત્રમાં ફરી ઉલ્લેખ કર્યો છે કે કેજરીવાલ રાષ્ટ્રિય સલાહકાર પરિષદમાં આવવા માંગતા હતા. તેઓ મારી પાસે એનએસીમાં સભ્યપદ માટે મારી પાસે આવ્યા હતા. પરંતુ સોનિયા ગાંધીએ કેજરીવાલના સ્થાને તેમની ગુરૂ અરૂણા રાયને એનએસીમાં સમાવી લીધા.

દિગ્વિજયે એવો પણ આરોપ લગાવ્યો કે કેજરીવાલે પોતાની ઇચ્છા પૂરી કરવા માટે અણ્ણા હઝારેનો પણ ઉપયોગ કર્યો છે.

English summary
Arvind Kejriwal on Saturday rubbished Congress general secretary Digvijaya Singh's claim that he had lobbied for an entry into Sonia Gandhi led National Advisory Council.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X