For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે અરવિંદ કેજરીવાલ બનાવશે મહિલા સુરક્ષા દળ

|
Google Oneindia Gujarati News

arvind-kejriwal
નવી દિલ્હી, 22 એપ્રિલઃ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં મહિલાઓની સુરક્ષાને લઇને સરકારથી વધુ આશાઓ નથી. મહિલા સુરક્ષા પર કેજરીવાલે કહ્યું કે અમે દિલ્હીમાં બળાત્કારની ઘટનાઓને રોકવા માટે મહિલા સુરક્ષા દળ બનાવીશું.

તેમણે કહ્યું કે, દરેક વિધાનસભા ક્ષેત્રમાં મહિલાઓની સુરક્ષા પર નજર રાખવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે, અમે કોલેજ સ્તર પર પણ યુવતીઓની સુરક્ષા પર નજર રાખીશુ. અરવિંદે કહ્યું કે આમ આદમી પાર્ટી સત્તામાં આવશે ત્યારે પહેલા મહિલાઓની સુરક્ષાને લઇને ગંભીરતાથી કામ કરીશું.

કેજરીવાલે કહ્યું કે, જો કોલેજ કે વિધાનસભામાં કોઇ પણ મહિલા કે યુવતી સાથે કોઇ ગેરવર્તણૂક થાય છે અને પોલીસ પોતાનું કામ યોગ્ય રીતે નથી કરી રહી, તો તે વિધાનસભાનું આ મહિલા સુરક્ષા દળ પોલીસ સાથે વાત કરશે. પોલીસ નહીં સાંભળે તો દબાવ લાવશે, ધરણા પ્રદર્શન કરીને પોલીસને કાર્યવાહી કરવા માટે મજબૂર કરવામાં આવશે.

જો કોઇ પીડિતાને સારવારની જરૂર હશેતો તેને ત્યાં સુધી પહોંચાડવામાં મહિલા સુરક્ષા દળ મદદ કરશે. કેજરીવાલે કહ્યું કે, આ કામ કરવા માટે દિલ્હીના લોકોએ આગળ આવવું પડશે. તેમણે દિલ્હીના નાગરીકોને અપીલ કરી છે કે જો તમે દિલ્હીમાં મહિલાઓની સુરક્ષાને લઇને ચિંતિત છો તો આ મહિલા સુરક્ષા દળનો હિસ્સો બનો.

English summary
arvind kejriwal's party will launch women security team., When Aam Aadmi Party comes to power women security would be one of the priority areas and would be implemented at the earliest. ,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X