કેજરીવાલ 28મીએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે લેશે શપથ

નવી દિલ્હી, 25 ડિસેમ્બર: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ 28 સપ્ટેમ્બરના રોજ લેશે. મળતી માહિતી અનુસાર કેજરીવાલ 28 ડિસેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે રામલીલા મેદાન ખાતે શપથ લેશે. તેમની સાથે તેમનું કેબિનેટ મંડળ પણ શપથ ગ્રહણ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે કેજરીવાલ મંત્રિમંડળમાં 'આપ' નેતા મનીષ સિસોદિયા સહિત છ લોકોનો સમાવેશ થાય છે. કેજરીવાલે જણાવ્યું હતું કે તેઓ અણ્ણા હઝારે સાથે વાત કરવાનો પ્રયત્ન કરશે કે તેઓ તેમના શપથવિધિ કાર્યક્રમમાં હાજરી આપે.

આ પહેલા કેજરીવાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શપથગ્રહણ 'આવતીકાલે શપથવિધિની પ્રક્રિયા પર સસ્પેન્સ તોળાઇ રહ્યું છે, કારણ કે અમે અમારા મંત્રીમંડળની રચના કરી દીધી છે પરંતુ અમે હજી ઉપરાજ્યપાલ તરફથી શપથગ્રહણની વિધિ માટે કોઇ તારીખ આપવામાં આવી નથી અને આમંત્રણ પણ આપવામાં આવ્યું નથી.

કોંગ્રેસના સમર્થન પરત લેવાના મુદ્દે પૂછાતા કેજરીવાલે જણાવ્યું હતું કે 'કોંગ્રેસ પાસેથી અમે સમર્થન માગ્યુ નથી તેમણે સમર્થનનો પ્રસ્તાવ મૂક્યો હતો. અમે તેમનું સમર્થન 18 મુદ્દાઓના આધારે લઇ રહ્યા છીએ. સમર્થન આપવું ના આપવું એ કોંગ્રેસનો પ્રશ્ન છે. જે વિધાયક દિલ્હીની જનતા માટે અમારા મુદ્દાઓ પર અમને સમર્થન આપવા માગતો હોય તેમનું સમર્થન સ્વીકાર્ય છે.'

aap
જ્યારે કેજરીવાલે વિધાયક વિનોદકુમાર બિન્નીના નારાજ થવાની વાતને નકારી કાઢી હતી અને જણાવ્યું હતું કે આ તમામ વાતો અફવા છે. આની સાથે કેજરીવાલે મંત્રીપદને લઇને પાર્ટીની અંદર કોઇપણ જાતનો વિખવાદ નહીં હોવાનું જણાવ્યું હતું.

મીડિયા સાથે વાત કરતા કેજરીવાલે જણાવ્યું કે 'સત્તાની ભાગદોડ સંભાળતાની સાથે જ પાર્ટીના મુખ્ય વાયદાઓને પૂરા કરવાની જાહેરાત કરવામાં આવશે. આ વચનોમાં વીજળીના બિલમાં કપાત, અને ખાનગી વીજળી વિતરણ કંપનીઓના ઑડિટિંગના નિર્દેશન આપવામાં આવશે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X