લૉકડાઉનમાં ઢીલ બાદ કોરોના કેસ વધ્યા, લોકો રિકવર થતા રહે તો ચિંતા નથીઃ કેજરીવાલ
કોરોના વાયરસનુ સંક્રમણ અટકવાનુ નામ નથી લઈ રહ્યુ. રાજધાની દિલ્લીમાં તો ગંભીર સ્થિતિ છે ત્યારે સીએમ અરવિંદ કેજરીવાલે મોટુ નિવેદન આપ્યુ છે.
કોરોના વાયરસનુ સંક્રમણ અટકવાનુ નામ નથી લઈ રહ્યુ. રાજધાની દિલ્લીમાં તો ગંભીર સ્થિતિ છે. સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. હવે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લૉકડાઉનમાં આપવામાં આવેલી ઢીલને મુખ્ય કારણ ગણાવ્યુ છે. પ્રેસ કૉન્ફરન્સ કરીને કેજરીવાલે કહ્યુ છે કે લૉકડાઉનમાં ઢીલના કારણે દિલ્લીમાં કોવિડ-19ના કેસ વધી ગયા છે. જો કે તેમણે કહ્યુ કે ત્યાં સુધી ચિંતાની કોઈ વાત નથી જ્યાં સુધી મૃત્ય દર કે ગંભીર કેસોની સંખ્યા ઝડપથી ન વધે. કેજરીવાલે કહ્યુ કે જો લોકો વાયરસના સંપર્કમાં આવે અને રિકવર થઈ જાય તો ગભરાવાની કોઈ જરૂર નથી.

સીએમ કેજરીવાલે કહ્યુ કે 17 મેના રોજ લૉકડાઉનમાં ઘણી ઢીલ આપવામાં આવી હતી. આજે એક સપ્તાહનો સમય જતો રહ્યો છે અને હું કહી શકુ કે સ્થિતિ કંટ્રોલમાં છે. જ્યારે લૉકડાઉનમાં ઢીલ આપવામાં આવી હતી તો એવી આશા હતી કે સંક્રમણના કેસ વધશે. કેસ વધ્યા પણ છે પરંતુ ચિંતા જેવી વાત નથી. કેજરીવાલે કહ્યુ કે આપણે બસ એ વાતનુ ધ્યાન રાખવાનુ છે કે ગંભીર કેસ ન આવે. તેમણે જણાવ્યુ કે દિલ્લીમાં અત્યાર સુધી 13 હજારથી વધુ કેસ છે પરંતુ 6000થી વધુ લોકો રિકવર પણ થયા છે.
દિલ્લીની સરકારી હોસ્પિટલોમાં 3829 બેડ છે આમાંથી મોટાભાગનામાં ઑક્સિજનની સુવિધા છે તેમણે જણાવ્યુ કે દોઢ હજાર બેડ ઉપયોગમાં છે અને બાકીના ખાલી છે. અમારી પાસે 200થી વધુ વેંટીલેટર છે જેમાંથી 11 ઉપયોગ થયા છે. અરવિંદ કેજરીવાલે કહ્યુ કે પ્રાઈવેટ હોસ્પિટલોમાં 600થી વધુ બેડ કોરોના રિઝર્વ છે. આ ઉપરાંત આજથી 2000થી વધુ બેડ પ્રાઈવેટ હોસ્પિટલોમાં રિઝર્વ હશે. તેમણે જણાવ્યુ કે દિલ્લીમાં એવા કેસ વધુ આવી રહ્યા છે જેમાં લક્ષણ ઘણા ઓછા છે અથવા કોઈ લક્ષણ નથી. જેમાં લક્ષણ ઘણા ઓછા છે તેમને ઘરોમાં રાખવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે લગભગ 3000 લોકોનો ઈલાજ અત્યારે ઘરે જ ચાલી રહ્યો છે.
અરવિંદ કેજરીવાલ બોલ્યા કે દિલ્લીની એક પ્રાઈવેટ હોસ્પિટલે કોરોના દર્દીને બેડ નથી આપ્યો, એવુ ન હોઈ શકે. અમે એ હોસ્પિટલને નોટિસ આપી છે અને આમ કરવા માટે કારણ માંગ્યુ છે. કોઈ પણ દર્દી સાથે આવુ ન કરી શકે. જલ્દી એક એવી સિસ્ટમ લાવીશુ જેનાથી લોકોન એ ખબર પડી શકે કે કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે.
COVID-19 cases have increased in Delhi due to relaxations in lockdown. But there is nothing to worry about unless the mortality rate or the number of serious cases rises rapidly. If people contract the virus & recover, then there is nothing to worry about:Delhi CM Arvind Kejriwal pic.twitter.com/VjMDBm0JhG
— ANI (@ANI) May 25, 2020












Click it and Unblock the Notifications
