For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારી બંગલો ખાલી નહી કરે અરવિંદ કેજરીવાલ!

By Super
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 માર્ચઃ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના સરકારી બંગલો ખાલી કરવાનો ઇન્કાર કરી દીધો છે. કેજરીવાલે તિલક લેન સ્થિત આવાસ ખાલી કરવા માટે થોડોક સમય માંગ્યો છે. 15 દિવસની મર્યાદા પૂર્ણ થતા જ પીડબલ્યુડી તરફથી મોકલવામાં આવેલી નોટીસના જવાબમાં કેજરીવાલે તેમની પાસે થોડોક સમય માંગ્યો છે.

kejriwal-seeks-more-time-to-vacate-official-residence
કેજરીવાલે દલીલ આપી છે કે તેમના બાળકોની પરીક્ષા ચાલી રહી છે, જે મે સુધી ચાલશે. તેવામાં તેમને સરકારી ઘર ખાલી કરવા માટે થોડોક વધુ સમય જોઇએ છે. સૂત્રોનું કહેવું છે કે અરવિંદ લોકસભા ચૂંટણી સુધી દિલ્હી સ્થિત ફ્લેટમાં રહેવા માગે છે. દિલ્હી સરકારે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટે કેજરીવાલને એક પત્ર મોકલીને તુરંત મકાન ખાલી કરવા કહ્યું હતુ. નિયમ અનુસાર રાજીનામું આપ્યાના 15 દિવસની અંદર જ તેમણે પોતાનું સરકારી આવાસ ખાલી કરી દેવું જોઇતું હતું, પરંતુ બાદમાં તેણે નક્કી સમય અવધી ખત્મ થયા પછી પણ ઘર ખાલી કર્યું નથી.

શહેરી વિકાસ મંત્રાલય અનુસાર બજાર રેટના હિસાબે કેજરીવાલે સરકારી ફ્લેટનું માસિક ભાડું 50થી 60 હજાર રૂપિયા છે. તેવામાં જો કેજરીવાલે આ ઘરમાં રહેવું હોય તો તેણે તેનું ભાડું ચૂકવવું પડશે, પરંતુ શહેરી વિકાસ મંત્રાલય અનુસાર એ અનિવાર્ય નથી કે મંત્રાલય બજાર રેટથી ભાડું વસુલ કરે અને કેજરીવાલ તેમાં ત્રણ મહિના સુધી રહી શકે, પરંતુ દિલ્હી સરકારને આ સંબંધમાં મંત્રાલયને સૂચના આપવી પડશે.

English summary
Former Delhi Chief Minister Arvind Kejriwal has sought an extension to stay at his Tilak Lane residence till his daughter’s examinations get over in May.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X