Delhi MCD ચૂંટણી માટે કેજરીવાલ કાલે 10 'ગેરેન્ટી'ની ઘોષણા કરશેઃ મનિષ સિસોદિયા
Delhi MCD ચૂંટણી માટે કેજરીવાલ કાલે 10 'ગેરેન્ટી'ની ઘોષણા કરશેઃ મનિષ સિસોદિયા
દિલ્હીમાં સ્થાનિક ચૂંટણીઓ માટે 4 ડિસેમ્બરે મતદાન થનાર છે. આ વખતે એમસીડી ચૂંટણીમાં સીધો મુકાબલો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે છે. એમસીડી ચૂંટણી જીતી શકાય, તે માટે બંને પાર્ટીઓ પ્રસાર-પ્રચારમાં એડી-ચોટીનું જોર લગાવી રહી છે. આ દરમિયાન વોટર્સને લોભાવવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુરુવારે નગર નિગમની ચૂંટણીઓ માટે 10 "ગેરેન્ટી"ની ઘોષણા કરશે. ખુદ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ આ વાતની જાણકારી આપી છે.

પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓએ દિલ્હી નગર નિગમ ચૂંટણીને લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે બેઠક કરી છે. તેમણે કહ્યું કે આ બેઠકમાં "ભાજપના કાર્યાલયમાં એમસીડીમાં ભ્રષ્ટાચાર, રાષ્ટ્રીય રાજધાનીમાં કચરાના પહાડ અને દિલ્હીના રસ્તાઓ પર રહેતા જાનવરોના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. દિલ્હીવાસીઓની સમસ્યાઓ દૂર કરી શકાય તેનું ધ્યાન રાખતાં મુખ્યમંત્રી ગુરુવારે 10 ગેરેન્ટીની ઘોષણા કરશે."
પત્રકારોએ જ્યારે નાયબ મુખ્યમંત્રીને નગર નિગમની ચૂંટણીમાં ઉમેદવારોને લઈ સવાલ કર્યો તો તેમણે કહ્યું કે આ વિશે ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી રહી છે. જલદી જ નામોની ઘોષણા કરી દેવામાં આવશે.
જણાવી દઈએ કે દિલ્હીમાં એમસીડી ચૂંટણી માટે 4 ડિસેમ્બરે વોટિંગ થનાર છે. જ્યારે 7 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
