'કેજરીવાલના ભ્રષ્ટાચારના આરોપોની તપાસ થવી જોઇએ'

તેમણે પત્રકારોને કહ્યું છે કે, કેજરીવાલ ભ્રષ્ટાચારના આરોપો લગાવી રહ્યાં છે કારણ કે તેમની પાસે પુરાવા છે. જો કે, તેમણે આઇએસીનો ભાગ થવાની વાતનો ઇન્કાર કર્યો હતો.
શું તમે કોઇ રાજકીય પાર્ટીમાં જોડાવા ઇચ્છો છો તેવા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું, '' લોકનાયક જયપ્રકાશ નારાયણ ક્યારેય કોઇ પાર્ટીમાં જોડાયા નહોતા, તેઓ એકલા હાથે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડ્યા હતા અને લોકો તેમના આ યુદ્ધમાં જોડાયા હતા, જેનો પરચો 1974માં આપણને જોવા મળ્યો હતો.''
'' હું મારા આગામી પગલા વિશે બાદમાં જણાવીશ,'' તેમ પૂર્વ આર્મી ચીફે કહ્યું છે, તેમણે ઉમેર્યું છે કે તેઓ હાલ ખેડૂતો, યુવાઓ અને જવાનોની મદદથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ 'જનજાગરણ' અભિયાન ચલાવી રહ્યાં છે.
વીકે સિંહે ભોજપુર જિલ્લાના આરામાં 'જવાન કિસાન મોર્ચા'ના એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે રવાના થતાં પહેલા બક્સરમાં પત્રાકારો સાથે વાત કરી હતી.












Click it and Unblock the Notifications
