પાર્ટીનો એજંડા જાહેર, કેજરીવાલની પાર્ટીના નામની જાહેરાત 26 નવેમ્બરે કરાશે

manish sisodia
નવી દિલ્હી, 2 ઓક્ટોબર: અણ્ણા હઝારેથી છૂટા પડ્યા બાદ પોતાના રસ્તે ચાલી રહેલા અરવિંદ કેજરીવાલે પોતાની નવી પાર્ટીનો એજંડા જાહેર કર્યો છે. કેજરીવાલે મનીષ સિસોદિયા, શાંતિ ભૂષણ, પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર યાદવ અને આનંદ કુમારની સાથે પોતાની પાર્ટીનો રાજકીય એજંડા સાર્વજનિક કર્યો છે. નવી પાર્ટીનો રાજકીય એજંડા તો જાહેર કરી દિધો છે, પરંતુ પાર્ટીના નામની જાહેરાત 26 નવેમ્બરના રોજ કરવામાં આવશે.

મંગળવારે એક કાર્યક્રમમાં એક ખાસ જોવા મળી હતી કે મંચ પર બેસેલા લોકો અને અન્ય સમર્થકોએ ટોપી પહેરી હતી અને તેના પર લખ્યું હતું કે 'મૈં આમ આદમી હૂં, મુઝે ચાહિયે લોકપાલ. આ પહેલાં 'મૈ અરવિંદ હૂં' એમ લખેલી ટોપી પહેરી હતી. તેના પણ પહેલાં ' મૈં અન્ના હૂં' લખેલી ટોપી પહેરી હતી.

આ દરમિયાન અરવિંદ કેજરીવાલના ખાસ સહયોગી કુમાર વિશ્વાસે પણ રાજકીયદળમાંથી પોતાને અલગ કરી દિધાં છે. કુમાર વિશ્વાસે સ્પષ્ટ કરી દિધું છે કે તે અરવિંદ કેજરીવાલની રાજકીયપાર્ટીનો ભાગ બનશે નહી. કુમાર વિશ્વાસે વિશ્વાસે કહ્યું હતું કે ' મેં બિનરાજકીય માણસ હૂં, મૂળ સ્વરૂપે હું કવિ છું અને હંમેશા સત્ય બોલતો આવ્યો છું. રાજકારણનો કોઇ વિશ્વાસ નથી માટે રાજકારણ મારા માટે નથી. નવો પક્ષ બની રહ્યો છે અને જો આ પક્ષ કંઇ ખોટું કરે તો તેમના વિરૂદ્ધ જંતર-મંતર પર બેસવા માટે કોઇ જોઇએ.

કોન્સટીટ્યૂશન ક્લબમાં આયોજીત કાર્યક્રમમાં કેજરીવાલ પોતાની પાર્ટીનો દ્રષ્ટિકોણ, સભ્યો અને ઉમેદવારોની પસંદગી અંગે જણાવશે. પાર્ટીના નામની જાહેરાત અત્યારે કરવામાં આવશે નહી. પાર્ટીમાં એક આંતરિક લોકપાલની પસંદગી કરવામાં આવશે.

કપિલ સિબ્બલ વિરૂદ્ધ ચૂંટણી લડવા માટે કેજરીવાલના સમર્થનમાં પ્રચાર કરવાની જાહેરાત કરી ચૂકેલા અણ્ણાએ પહેલાંથી જ કહી દિધું છે કે તેમના નામ અને ફોટાનો ઉપયોગ કરવામાં ન આવે. કદાચ એ માટે કેજરીવાલે ટોપી પર નવો નારો લખાવ્યો છે. એક એવો ઇરાદો પણ હોઇ શકે કે તે સંદેશો આપવા માંગતા હોઇ કે તેમની પાર્ટી જનતા માટે હશે અને જનલોકપાલની માંગણી તેમના એજંડામાં પ્રથમ ક્રમે છે. કેજરીવાલે થોડા દિવસો પહેલાં જંતર-મંતરના મંચ પરથી રાજકીય પાર્ટી બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે અણ્ણાની એવી સલાહ છે, પરંતુ અણ્ણા આ વાતનો સ્પષ્ટ ઇનકાર કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X