કેરળ અને મિઝોરમના પૉઝિટિવિટી રેટ ફરીથી ખતરનાક સ્તરે, કડક લૉકડાઉન જ છે સમાધાન

શનિવારે 197 દિવસ બાદ સક્રિય કેસમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો પરંતુ આ મિઝોરમ અને કેરળ હજુ પણ સરકાર માટે ચિંતાનુ કારણ બનેલા છે.

નવી દિલ્લીઃ દેશમાં કોરોનાના નવા કેસોમાં ઉતાર-ચડાવ ચાલુ છે. શનિવારે 197 દિવસ બાદ સક્રિય કેસમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો પરંતુ આ મિઝોરમ અને કેરળ હજુ પણ સરકાર માટે ચિંતાનુ કારણ બનેલા છે. આ બંને જ રાજ્યોમાં પૉઝિટિવિટી રેટમાં એક વાર ફરીથી વધારો જોવા મળી રહ્યો છે અને તે પણ એ વખતે જ્યારે દેશના અન્ય રાજ્યોમાં કોરોના સંક્રમણ ઘણી હદ સુધી કાબુમાં છે.

corona

આ બંને રાજ્યોમાં ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર કામ નથી કરી રહી સરકાર

કેરળ અને મિઝોરમમાં હાઈ પૉઝિટિવિટી રેટ એ વાતના સંકેત છે કે આ બંને રાજ્યોમાં માત્ર ગંભીર રીતે બિમાર લોકોનુ જ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યુ છે. અહીંની સરકારો ટેસ્ટીંગ સાથે-સાથે ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર કામ નથી કરી રહી. કેરળ અને મિઝોરમને લઈને રાહતની વાત એ છે કે એપ્રિલ-મેમાં બીજી લહેરના મુકાબલે આ વખતે મૃત્યુ દર ઓછો છે.

કેરળ અને મિઝોરમમાં પૉઝિટિવિટી રેટ ખતરનાક

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર મુજબ કેરળમાં જો છેલ્લા 14 દિવસની સ્થિતિ જોઈએ તો પૉઝિટિવિટી રેટ 16 ટકા છે. એટલે કે 100 લોકોના ટેસ્ટિંગ પર 16 લોકોનો ટેસ્ટ પૉઝિટિવ આવી રહ્યો છે. વળી, મિઝોરમમાં છેલ્લા 14 દિવસનો પૉઝિટિવ રેટ 17 ટકા છે. મિઝોરમ ઉપરાંત મણિપુર, સિક્કિમ અને મેઘાલયમાં પૉઝિટિવિટી રેટ 5થી 8 ટકા વચ્ચે છે.

બાકીના રાજ્યોનો પૉઝિટિવિટી રેટ

કોરોનાનો પૉઝિટિવિટી રેટના મામલે હાલમાં રાજધાની દિલ્લી, યુપી, હરિયાણા, બિહાર, રાજસ્થાન, ગુજરાત અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યો બહુ યોગ્ય સ્થિતિમાં છે. આ રાજ્યોમાં પૉઝિટિવિટી રેટ 1 ટકાથી ઘણો નીચે છે. વળી, ગોવા, કર્ણાટક, પશ્ચિમ ઉત્તરાખંડમાં પણ પૉઝિટિવિટી રેટ પણ 1 ટકાની નજીક કે પછી તેની નીચે બનેલો છે. વળી, કોરોનાની બીજી લહેર દરમિયાન આ રાજ્યોનો પૉઝિટિવિટી રેટ 30થી 40 ટકા આસપાસ હતો. મે મહિનામાં ગોવાનો પૉઝિટિવિટી રેટ 42 ટકા સુધી જતો રહ્યો હતો. વળી, કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાં 31 ટકા અને 30 ટકા હતો. વળી, કેરળમાં 27 ટકા હતો.

ઉલ્લેખનીય છે કે દેશભરમાં કોરોના વાયરસના કેસ આજે શનિવાર(2 ઓક્ટોબર)ના રોજ થોડા ઘટ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં આવેલા કોરોના વાયરસના 24,354 નવા કેસ સામે આવ્યા છે. વળી, કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યા 2 લાખ 73 હજાર 889 છે. આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં સક્રિય કેસોની સંખ્યા છેલ્લા 197 દિવસમાં સૌથી ઓછી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X