કેરળમાં કેટલી સીટો પર ખીલી શકે છે કમળ, ઓપિનિયન પોલથી ઉડી ભાજપની ઉંઘ
કેરળ વિધાનસભા ચૂંટણી માટે એક મોટો સર્વે સામે આવ્યો છે.
નવી દિલ્લીઃ પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પારો ચરમ પર છે. કેન્દ્રમાં સરકાર ચલાવી રહેલ ભાજપની નજર ખાસ કરીને બે રાજ્યો - પશ્ચિમ બંગાળ અને કેરળ પર ટકેલી છે અને આ બંને રાજ્યોમાં જીત માટે ભાજપે પૂરી તાકાત લગાવી દીધી છે. 140 વિધાનસભા સીટોવાળા કેરળમાં એક જ તબક્કામાં 6 એપ્રિલે મતદાન થશે અને નામાંકન કરવાની છેલ્લી તારીખ 19 માર્ચ છે. 2 મેના રોજ કેરળ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. આ દરમિયાન કેરળ વિધાનસભા ચૂંટણી માટે એક મોટો સર્વે સામે આવ્યો છે.

એલડીએફને મળી શકે છે આટલી સીટો
કેરળમાં હાલમાં ડાબેરી ગઠબંધન લેફ્ટ ડેમોક્રેટિક ફ્રંટ(એલડીએફ)ની સરકાર છે. એબીપી સીવોટર ઓપિનિયન પોલ મુજબ કેરળમાં એક વાર ફરીથી સીએમ પિનારાઈ વિજયનના નેતૃત્વમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રંટની સરકાર બની શકે છે. સર્વેમાં જણાવવામાં આવ્યુ છે કે એલડીએફ કેરળની 140 સીટોમાંથી 77થી 85 સીટો પર જીત મેળવતુ જોવા મળી રહ્યુ છે.

ભાજપના ખાતામાં કેટલી સીટો
વળી, કોંગ્રેસના નેતૃત્વવાળુ ગઠબંધન યુડીએફ પણ મજબૂત વધારો મેળવી શકે છે અને તેના ખાતામાં 54થી 62 સીટો જતી જોવા મળી રહી છે. આ પહેલા 2016ની વિધાનસભા ચૂંટણીમાં યુડીએફને 47 સીટો પર જીત મળી હતી. ઓપિનિયન પોલના જણાવ્યા મુજબ કેરળમાં ભાજપ હાલમાં ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે અને તેને 0થી 2 સીટો જ મળતી દેખાઈ રહી છે.

વોટ શેર મામલે નુકશાન
જો કે આ વખતે બંને ગઠબંધનો અને ભાજપનો વોટ શેર ઘટતો દેખાઈ રહ્યો છે. સર્વે મુજબ 2016ના મુકાબલે આ વખતે કેરળ વિધાનસભા ચૂંટણીમાં એલડીએફને 0.6 ટકા, યુડીએફને 0.9 ટકા અને ભાજપને 0.3 ટકા વોટ શેરનુ નુકશાન થઈ શકે છે. આ પહેલા 2016ની કેરળ વિધાનસભા ચૂંટણીમાં એલડીએફને 91 સીટો અને કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફને 47 સીટો પર જીત મળી હતી. કેરળ વિધાનસભમાં બહુમત માટે 71 સીટોની જરૂર હોય છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
