Kerala Black magic: બે મહિલાઓની નર બલિ ચડાવનાર દંપત્તિ અને એનો સાથી કોણ છે, જાણો અહીં
આવો, જાણીએ બે મહિલાઓની નર બલિ ચડાવનાર આ દંપત્તિ ભગવલ સિંહ-લૈલા અને તેમનો સાથી શફી કોણ છે.
કેરલમાં જાદૂ-ટોણા (બ્લેક મેજિક)ના ચક્કરમાં બે મહિલાઓની નરબલિ ચડાવવા બાબતે દેશભરમાં હોબાળો મચેલો છે. નોંધનીય છે કે કેરળના પથાનામથિટ્ટા જિલ્લામાં કથિત રીતે આર્થિક સમૃદ્ધિ માટે બે મહિલાઓની બલિ ચડાવવામાં આવી હતી. કેરલ પોલીસ બે મહિલા મદ્મમ અને રોસલીના ગુમ થવાની તપાસ કરી રહી હતી. તપાસમાં સિટી પોલિસે એક દંપત્તિ ભગવલ સિંહ અને લૈલા સાથે શફી ઉર્ફે રશીદની ધરપકડ કરી. આ ત્રણેએ પૂછપરછમાં કહ્યુ કે આર્થિક તંગીમાંથી બહાર આવવા માટે તેમણે બંને મહિલાઓની બલિ ચડાવી અને એકને સપ્ટેમ્બર અને એકને જૂનમાં મારવામાં આવી અને દફનાવી દેવાઈ. આ શફી પોતાના જાદૂગર કહે છે અને તે બંને મહિલાઓને થોડા પૈસા આપીને લઈ આવ્યો હતો. આવો, જાણીએ આ દંપત્તિ ભગવલ સિંહ-લૈલા અને તેમનો સાથી શફી કોણ છે.

કેરલમાં બ્લેક મેજિક કરનાર આરોપી શફી કોણ છે?
પોતાને જાદૂગર ગણાવનાર 52 વર્ષીય શફી આ માનવ બલિ પાછળનો મુખ્ય ષડયંત્રકાર છે. પોલિસે કહ્યુ કે શફી ઉર્ફે રશીદ એક પ્રોફેશનલ ગુનેગાર છે. તે એક કઠોર ગુનેગાર છે અને તેની સામે બળાત્કાર અને છેતરપિંડી સહિત ઓછામાં ઓછા આઠ કેસ નોંધાયેલા છે. રશીદ નામે જાણીતો શફી કરિયાણાની દુકાનના માલિક તરીકે આસપાસમાં ઓળખાય છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યુ કે ધરપકડથી બચવા માટે શફી દર વર્ષે પોતાનુ સરનામુ બદલતો હતો. શફી પર વર્ષ 2020માં કોલેનચેરીમાં 75 વર્ષીય એક મહિલા સાથે બળાત્કારનો આરોપ લાગ્યો હતો.
લોકો પર અત્યાચાર કરીને તેને ખુશી મળે છે...
પોલીસે જણાવ્યુ કે 2020માં આ કેસમાં તે એક વર્ષ સુધી જેલમાં રહ્યો હતો. એ વખતે તે એક ટ્રક ડ્રાઈવરનુ કામ કરતો હતો. શફી વિકૃત અને મનોરોગી છે. તેને પીડિતો પર અત્યાચાર કરવામાં ખુશી મળે છે. પોલિસના જણાવ્યા મુજબ હાલમાં બલિ ચડાવવામાં આવેલ બંને મહિલાઓની હત્યા પહેલા તેમનુ યૌન ઉત્પીડન પણ કરવામાં આવ્યુ હતુ. શફી 68 વર્ષીય ભગવલ સિંહ અને તેની 59 વર્ષીય પત્ની લૈલાના સંપર્કમાં આવ્યો હતો જે કેરલના 'કાલા જાદૂ' કેસમાં બીજો મહત્વનો આરોપી છે. દંપત્તિએ ફેસબુકના માધ્યમથી શફીનો સંપર્ક કર્યો હતો. ફેસબુક પ્રોફાઈલ પર શફીએ પોતાની ઓળખ એક જાદૂગર તરીકે આપી હતી જે અમુક અનુષ્ઠાન કરીને ધનવાન અને નસીબદાર બનાવી શકતો હતો.
દંપત્તિનો કોઈ ગુનાહિત રેકૉર્ડ નથી
આરોપી ભગવલ સિંહ એક પારંપરિક ચિકિત્સક છે. તેનો અને તેની પત્નીનો કોઈ ગુનાહિત રેકૉર્ડ નથી. બે આધેડ ઉંમરની મહિલાઓની બલિ આપવામાં આવી છે. એકને જૂન-જુલાઈમાં અને બીજા મહિલાને સપ્ટેમ્બરમાં મારવામાં આવી. જો કે, બલિ પછી દંપત્તિએ શફીને ફરિયાદ કરી હતી કે તેમને કોઈ આર્થિક સુધારો દેખાઈ નથી રહ્યો.
શબના કર્યા 56 ટૂકડા, બ્રેસ્ટ કાપી, પ્રાઈવેટ પાર્ટીમાં ઈજા કરી...
પોલીસે કહ્યુ કે બંને મહિલા પીડિતોને મોત પહેલા ગંભીર યાતનાઓ આપવામાં આવી હતી. એક શબના 56 ટૂકડા કરવામાં આવ્યા. એકના સ્તન કાપી નાખવામાં આવ્યા. મારતા પહેલા તેમને ખાટલા સાથે બાંધી દેવામાં આવી હતી અને તેમના પ્રાઈવેટ પાર્ટ પર ઈજાઓ હતી. બંને પીડિતાઓેને શફીએ ફોસલાવી હતી. લૈલાએ પોતાના કબુલનામામાં આ વાતનો ખુલાસો કર્યો છે.












Click it and Unblock the Notifications
