For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Kerala election results: LDFની સત્તામાં વાપસીના અણસાર, રૂઝાનોમાં UDFનુ સપનુ ચકનાચૂર

કેરળ વિધાનસભા ચૂંટણીના રૂઝાનોને જોઈને સ્પષ્ટ લાગી રહ્યુ છે કે ત્યાં ચાર દશક જૂની સત્તા પરિવર્તનની પરંપરા તૂટવા જઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

તિરુવનંતપુરમઃ કેરળ વિધાનસભા ચૂંટણીના રૂઝાનોને જોઈને સ્પષ્ટ લાગી રહ્યુ છે કે ત્યાં ચાર દશક જૂની સત્તા પરિવર્તનની પરંપરા તૂટવા જઈ રહી છે. રૂઝાને દેખાઈ રહ્યુ છે કે ડેફ્ટ ડેમોક્રેટિક અલાયન્સ(એલડીએફ) ની સત્તા જળવાઈ રહેવાની છે. ત્યાં 1980થી એ ટ્રેન્ડ રહ્યો છે કે દર પાંચ વર્ષમાં યુડીએફ અને એલડીએફમાં સત્તાનો ફેરફાર થાય છે. પરંતુ આ વખતે લાગી રહ્યુ છે કે એલડીએફની સરકાર ફરીથી બનશે. રૂઝાનોથી લાગી રહ્યુ છે કે 140 સીટોવાલી કેરળ વિધાનસભામાં એલડીએફ 90થી વધુ સીટો પર આગળ છે જ્યારે કોંગ્રેસની આગેવાનીવાળુ યુડીએફ માત્ર 44 સીટોની આસપાસ આગળ ચાલી રહ્યુ છે. ભાજપ માટે રાહતના સમાચાર છે કે તેણે પોતાની સ્થિતિ સુધારી છે અને ગઈ વખતના મુકાબલે તેને 2 સીટો વધુ મળી રહી છે અને તેનો આંકડો આ વખતે 3 સીટો સુધી પહોંચી શકે છે.

counting

અત્યાર સુધીના રુઝાનો મુજબ સત્તાધારી ગઠબંધન 2016ના મુકાબલે પોતાના આંકડામાં થોડો સુધારો કરી રહ્યુ છે. કોંગ્રેસની આગેવાનીવાળુ યુડીએફ પહેલા કરતા વધુ સીટો પર આગળ છે પરંતુ તેનુ સત્તામાં આવવાનુ સપનુ સંપૂર્ણપણે ચકનાચૂર થતુ લાગી રહ્યુ છે. કોંગ્રેસ માટે કેરળની ચૂંટણી ખૂબ જ મહત્વની છે કારણકે પાર્ટી નેતા રાહુલ ગાંધી ત્યાંની વાયનાડ લોકસભા સીટના સાંસદ છે અને 2019ની સામાન્ય ચૂંટણીમાં યુડીએફે એલડીએફને ત્યાં ધૂળ ચટાવી દીધી હતી.

English summary
Kerala Election Results 2021: LDF may return to power again udf dreams shattered in trend.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X