Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kerala Flood Live: કેરળમાં વરસાદ બંધ થવાથી રાહત કાર્ય ઝડપી બન્યું

કેરળ હાલમાં ભયાનક પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. અહીં વરસાદ અને પૂરને કારણે રાજ્યમાં 350 કરતા પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે.

કેરળ હાલમાં ભયાનક પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. અહીં વરસાદ અને પૂરને કારણે રાજ્યમાં 350 કરતા પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે. આ આપદાને કારણે 8 લાખ કરતા પણ વધારે લોકો રાહત કેમ્પમાં રહેવા માટે મજબુર છે. રાજ્યમાં રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. કેરળની મદદ માટે કેન્દ્ર સરકારની સાથે સાથે બીજા પણ રાજ્યો આગળ આવ્યા છે. દેશના લોકો પણ કેરળની મદદ માટે આગળ આવી રહ્યા છે. સેના, નેવી, એરફોર્સ, એનડીઆરએફ જેવી બધી જ ટીમો રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. આ પહેલા કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન ઘ્વારા જણાવવામાં આવ્યું કે કેરળમાં અત્યારસુધીમાં 20 હજાર કરોડ કરતા પણ વધારે સંપત્તિનું નુકશાન થયું છે.

kerala flood

કેરળની લાઈવ અપડેટ અહીં વાંચો...

Aug 20, 2018, 5:21 pm IST

કેરળની સ્વાસ્થ્ય મંત્રી કેકે શેલજા ઘ્વારા જણાવવામાં આવ્યું કે મુખ્યમંત્રી સાથે તેમની વાતચીત થયી છે. હાલમાં તેમની પ્રાથમિકતા સ્વાસ્થ્ય અને સફાઈ છે.
Aug 20, 2018, 5:20 pm IST

કેરળ અને કર્ણાટકના પૂરગ્રસ્ત વિસ્તારોમાં 50 લાખ રૂપિયાની રાહત સામગ્રી મોકલવામાં આવી છે. તેની સાથે સાથે દોઢ કરોડ રૂપિયાની સામગ્રી વધુ મોકલવામાં આવશે: બાબા રામદેવ
Aug 20, 2018, 12:36 pm IST

તામિલનાડુથી સીઆરપીએફ વેલ્ફેર એસોસિયેશન ઘ્વારા આરએએફ ટીમ સાથે 12 ટ્રક ખાદ્ય સામગ્રી સાથે કેરળ માટે રવાના
Aug 20, 2018, 12:34 pm IST

પુલ તૂટવાને કારણે ત્રિશુલમાં ફસાયેલા 109 લોકોને નેવીના જવાનોએ બચાવ્યા
Aug 20, 2018, 11:52 am IST

કેરળના રાહત કેમ્પમાં લગભગ 10 લાખ લોકો છે. સેના કેરળને દરેક સંભવ મદદ કરી રહી છે. સૌથી મોટા હીરા માછીમારો છે, જેઓ 600 નાવડીઓ સાથે આવીને લોકોને બચાવી રહ્યા છે: કેન્દ્રીય મંત્રી, અલફોસ
Aug 20, 2018, 11:50 am IST

શિવસેના બધા જ સાંસદ અને વિધાયક 1 મહિનાની સેલરી કેરળના પૂર પીડિતોની મદદ માટે આપશે
Aug 20, 2018, 11:49 am IST

તેલંગાણા રાષ્ટ્ર સમિતિના સાંસદો ઘ્વારા પોતાનું એક મહિનાનું વેતન કેરળને આપ્યું છે. કેરળમાં પૂરને કારણે ઘણી તબાહી થયી છે.
Aug 20, 2018, 11:47 am IST

કોચીમાં એક ઘરની છત પર આભાર નોટ, જ્યાં નૌસેના ઘ્વારા 17 ઓગસ્ટે બે મહિલાઓને બચાવવામાં આવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X