કેરળ નન રેપ કેસઃ બિશપ ફ્રેંકો મુલક્કલને 2 દિવસની પોલિસ કસ્ટડીમાં મોકલાયા

કેરળમાં નન સાથે બળાત્કારના આરોપમાં પૂર્વ બિશપ ફ્રેંકો મુલક્કલની ધરપકડ કરી લેવામાં આવી હતી. બિશપ સાથે લાંબી પૂછપરછ બાદ પોલિસે મુલક્કલની ધરપકડ કરી હતી.

કેરળમાં નન સાતે બળાત્કારના આરોપમાં પૂર્વ બિશપ ફ્રેંકો મુલક્કલની ધરપકડ કરી લેવામાં આવી હતી. બિશપ સાથે લાંબી પૂછપરછ બાદ પોલિસે મુલક્કલની ધરપકડ કરી હતી. વળી, ધરપકડ બાદ મુલક્કલે જામીન અરજી આપી હતી જેને કોર્ટે ફગાવી દેતા મુલક્કલને 24 સપ્ટેમ્બર સુધી પોલિસ કસ્ટડીમાં મોકલી દીધા છે.

Franco Mulakkal

ફ્રેંકો મુલક્કલને શુક્રવારે સતત ત્રીજા દિવસે પૂછપરછ માટે તિરુઅનંતપુરમ સ્થિત ગુના શાખા કાર્યાલયમાં બોલાવવામાં આવ્યા હતા. આ પહેલા ગુરુવારે વેટિકને મુલક્કલને અસ્થાયી રીતે તેમની જવાબદારીઓમાંથી મુક્ત કરી દીધા હતા. મુલક્કલ જાલંધર ડાયોસિસ હેઠળ આવતી મિશનરીઝ ઓફ જીસસના બિશપ હતા.

કેરળમાં એક નને મુલક્કલ પર 2014 થી 2016 વચ્ચે સતત યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. પીડિતા દ્વારા સતત બળાત્કારનો આરોપ લગાવાયા બાદ પણ કેરળ પોલિસ 81 દિવસ સુધી બિશપની ધરપકડ કરી શકી નહોતી. કેરળમાં બિશપની ધરપકડની માંગ કરતા નનોએ પ્રદર્શન કર્યુ હતુ અને વિપક્ષી દળોએ પણ કેરળની સરકાર પર બિશપને બચાવવાનો આરોપ લગાવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X