For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગર્ભવતી પત્નીને ખભા પર બેસાડી પતિ દોડ્યો 40 કિમી

|
Google Oneindia Gujarati News

kerala-map
કોટ્ટાયમ, 11 જૂનઃ એક વ્યક્તિએ પોતાની ગર્ભવતી પત્નીની સારવાર માટે તેને પોતાના ખભા પર બેસાડીને ભારે વરસાદમાં 40 કિમી લાંબા જંગલનો માર્ગ નક્કી કર્યો, વ્યક્તિ જોકે ગમેતેમ કરીને હોસ્પિટલ પહોંચ્યો પણ તે પોતના બાળકને બચાવી શક્યો નહીં. આદિવાસી યુવક અય્યપ્પને મંગળવારે સવારે અંદાજે છ વાગ્યે પોતાની સાત મહિનાની ગર્ભવતી પત્ની સુધાને હોસ્પિટલ લઇ જવા માટે ભારે વરસાદમાં કોન્નીના જંગલનો માર્ગ અપનાવ્યો છે.

કહેવામાં આવે છે કે જંગલમાં રહેતા અય્યપ્પને કોક્કાથોડ માટે અંદાજે 40 કિમીની સફર નક્કી કરી અને પચી તેમણે સવારે છ વાગ્યે અંદાજે પથનામથિટ્ટા જિલ્લાની જિલ્લા હોસ્પિટલમાં પોતની પત્નીને પહોંચાડવામાં માટે જેમ તેમ કરીને એક જીપની વ્યવસ્થા કરી. અય્યપ્પનની પત્નીને પેટની માસપેસીઓમાં ખેંચાણ થતા તેને કોટ્ટાયમ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં રીફર કરી દેવામાં આવી.

કોટ્ટાયમ મેડિકલ કોલેજ હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગના પ્રમુખ ડો. કુંજમ્મા રોયે જણાવ્યું કે, મહિલાને પેટની માંસપેસીઓમાં ખેંચાણ થઇ રહ્યું હતું, માતાને બચાવી લેવામાં આવી છે, પરંતુ બાળકને બચાવી શકાયું નથી. તેનું પ્રસવ બુધવારે કરવામાં આવ્યું અને મૃત શિશુને બહાર કાઢવામાં આવ્યું. ડો. રાયે કહ્યું કે જ્યારે મહિલાને હોસ્પિટલ લાવવામાં આવી હતી, ત્યારે તેનું શરીર સુજેલુ હતું, તેનું રક્તપાત વધેલું હતું અને તેના પેટની માંસપેસીઓમાં ખેંચાણ થઇ રહ્યું હતું. ગર્ભાવસ્થામાં આ સ્થિતિ માતા અને બાળક બન્ને માટે નુક્સાનકારક હોય છે.

English summary
A tribal man carried his pregnant and malnourished wife a good 40 kilometres to the nearest post of help, but the manly effort turned out to be in vain
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X