ખાપ પંચાયતે હવે લગ્નના જમણવાર પર લગાવ્યો પ્રતિબંધ

પંચાયતની અધ્યક્ષતા કરી રહેલા ગામના પૂર્વ પ્રમુખ રણધીર સિંહે ઘરડાઓના અવસાન બાદ પણ ગામમાં મીઠાઇઓ અને અન્ય ભોજન પદાર્થ વહેંચવાના સમારંભ 'કાજ'ને પણ અયોગ્ય ગણાવી તેના આયોજન પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. હરિયાણામાં મોટાભાગના લોકો વૃદ્ધોના નિધન બાદ સામાન્ય રીતે 'કાજ' નામથી અનુષ્ઠાન કરે છે.
પંચાયતે જણાવ્યું કે લગ્ન સમારંભમાં જો યુવતીના સંબંધીઓ ઉપરાંત અન્ય લોકો ભોજન ના કરે તો તેનાથી યુવતીના પરિવારની ઘણી મદદ થઇ જશે. રણધીરના આ ફરમાનનું સમર્થન કરતા જણાવ્યું કે , આ પ્રતિબંધ માત્ર લગ્નના ખર્ચામાં ઘટાડો કરશે, બલકે એનાથી લગ્ન પ્રસંગે લોકોની ભીડમાં ઘટાડો થશે.
પંચાયતે જણાવ્યું કે ગ્રામીણ વિવાહ સમારંભમાં સામેલ થશે અને યુવતીના પરિવારની મદદ પણ કરશે. પરંતુ જમવાનું નહીં જમે. કદમા ગામના સરપંચ બલવાન સિંહે જણાવ્યું કે વિવાહ સમારંભમાં જમવા પર પ્રતિબંધ લાગવાથી યુવતીના પરિવારને હવે ખાવાની ચિંતા નહીં કરવી પડે અને તે વિવાહના અન્ય કાર્યો પર ધ્યાન આપી શકશે.












Click it and Unblock the Notifications
