For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાઉમિન ખાવાથી દેશમાં બળાત્કાર વધી રહ્યાં છે: ખાપ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

khap-panchayat
હરિયાણા, 16 ઑક્ટોબર: હરિયાણાની ખાપ મહાપંચાયતે સોમવારે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે લોક અદાલતને માન્યતા આપવાની માંગણી કરી હતી. તેમને માંગણી કરતાં કહ્યું હતું કે તેમનો ચૂકાદો સર્વમાન્ય હોય છે પરંતુ હવે ખાપ પંચાયતના નિવેદન પર આખો દેશ મજાક ઉડાવવા લાગ્યો છે. આવા નિવેદનથી લોકો તેમને ગંભીરતાપૂર્વક નહી પરંતુ મજાકના રૂપમાં લેશે. હરિયાણામાં વધતા જતા બળાત્કારના કેસ પર ખાપોએ નવું નિવેદન આપતાં કહ્યું છે કે બળાત્કાર જેવા ગુનાઓ એટલા માટે વધી રહ્યાં છે કારણ કે લોકો ચાઉમિન ખાય છે.

આ નિવેદન પર તર્ક રજૂ કરતાં તેમને કહ્યું કે ચાઉમિન ખાવાથી યુવકોના હાર્મોન્સમાં વધારો થાય છે જેના કારણે તે રેપ કરવા માટે ઉત્તેજીત થાય છે. આ પહેલાં તેમને બળાત્કાર રોકવા માટે સૂચન કર્યું હતું કે છોકરીઓના લગ્નની ઉંમર ઘટાડવામાં આવે. ખાપનું નિવેદન હેરાનગતિમાં મૂકી દે એવું છે, પરંતુ આપણ આ નેતાઓના નિવેદન પણ તેમની સમજણ દર્શાવે છે. પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે કહ્યું હતું કે આજકાલ છોકરા-છોકરીઓનું હળવા-મળવાનું વધી ગયું છે જેના કારણે બળાત્કારના બનાવો વધી રહ્યાં છે.

મમતા બેનર્જીનું કહેવું છે કે પહેલા છોકરો-છોકરી હાથ પકડીને ચાલતા તો તેમના માતા-પિતા તેમને ધમકાવી દેતાં હતાં, પરંતુ અત્યારે તો બધું જ ખુલ્લેઆમ થઇ રહ્યું છે. જેની સમાજ પર ખરાબ અસર વર્તાઇ રહી છે. તેમને મીડિયાને દોષી ગણાવતાં કહ્યું હતું કે નેગેટીવ સમાચાર બતાવવાથી સમાજ પર ખરાબ અસર પડે છે માટે મીડીયા આમ ન કરવું જોઇએ.

English summary
A khap panchayat in Haryana's has blamed consumption of chowmein behind the growing incidents of rapes in the state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X