For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક જ ગોત્ર અને ગામમાં લગ્ન ગેરકાયદે : ખાપ પંચાયત

|
Google Oneindia Gujarati News

Khap Panchayat
રોહતક, 29 ઑક્ટોબર : હરિયાણની સર્વે ખાપોએ હિન્દુ વિવાહ કાનૂનમાં ફેરફાર કરવાની માંગ કરી છે. રોહકત ખાતે રવિવારે યોજાયેલ સર્વખાપ પંચાયતમાં સરખા ગોત્ર અને એક જ ગામે લગ્નનો વિરોધ કરવામાં આવ્યો. આ પંચાયતમાં હરિયાણાની લગભગ ત્રણ ડઝન ખાપ પંચાયતોનાં પ્રતિનિધિઓ હાજર હતાં.

છોટૂરામ ધર્મશાલા ખાતે યોજાયોલ પંચાયતની અધ્યક્ષતા ચૌરાસી ખાપનાં પ્રમુખ હરદીપ અહલાવતે કરી. ખાપ પંચાયતોનું પ્રતિનિધિમંડળ આ અંગે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ તથા કેન્દ્રીય કાનૂન મંત્રીના નામે આવેદન પત્ર મોકલશે.

પંચાયતમાં સર્વસમ્મતિએ પ્રસ્તાવ પાસ કરાયું કે એક જ ગોત્ર અને એક જ ગામમાં લગ્નને ગેરકાયદે જાહેર કરવામાં આવે. તેથી હિન્દુ વિવાહ અધિનિયમ 1955માં ફેરફાર જરૂરી છે. ખાપોના પ્રતિનિધિઓએ એક સુરમાં જણાવ્યું કે ખાપ પંચાયતોનો પ્રાચીન ઇતિહાસ રહ્યો છે અને સરકારની એ ફરજ છે કે તે હિન્દુ વિવાહ અધિનિયમમાં ફેરફાર કરે. ખાપ પ્રતિનિધિઓએ સામાજિક પરમ્પરાઓ તેમજ રીત-રસમોનો હવાલો પણ આપ્યો. સાથે જ જણાવ્યું કે આધુનિકતાના નામે યુવા પેઢી પથભ્રષ્ટ થઈ રહી છે અને સામાજિક તાણા-વાણાને ખરાબ કરી રહી છે.

5મી નવેમ્બરે દિલ્હીમાં આવેદન પત્ર અપાશે

સર્વખાપ પંચાયતનું પ્રતિનિધમંડળ પોતાની માંગના ટેકામાં આગામી 5મી નવેમ્બરના રોજ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તથા કાનૂન મંત્રીને આવેદન પત્ર આપશે. આ દરમિયાન રાષ્ટ્રીય મહિલા પંચના પ્રમુખ મમતા શર્મા સાથે પણ મુલાકાત કરાશે. આ આવેદન પત્રની નલ હરિયાણાનાં મુખ્યમંત્રી અને રાજ્યપાલને પણ મોકલવામાં આવશે.

ચૌરાસી ખાપના પ્રમુખ અહલાવતે બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં પસાર કરેલ પ્રસ્તાવ અંગે માહિતી આપી. તેમણે જણાવ્યું કે પંચાયતની માંગણી અને લાગણી છે કે હિન્દુ વિવિદ કાનૂન 1955માં ફેરફાર કરવામાં આવે. તેમણે જણાવ્યું કે ઉત્તર ભારતનાં રાજ્યોની પરમ્પરાઓ અન્ય રાજ્યો કરતાં જુદી છે. તેથી આ ફેરફાર કરવો જરૂરી છે.

કાનૂનની આડમાં પથભ્રષ્ટ થઈ રહી છે નવી પેઢી

ધનખડ ખાપના પ્રમુખ ઓમપ્રકાશ ધનખડે જણાવ્યું કે હિન્દુ વિવાહ અનિધિયમમાં ફેરફારથી કન્યા ભ્રૂણ હત્યા તેમજ ઑનર કિલિંગ જેવા કેસો ઉપર નિયંત્રણ આવશે. તેમણે જણાવ્યું કે આજની યુવા પેઢી કાનૂનની આડ લઈ પથભ્રષ્ટ થઈ રહી છે. ગઠવાલા ખાપના પ્રમુખ બલજીત મલિકે જણાવ્યું કે એક જ ગોત્ર, એક જ ગામ અને આસપાસના ગામોમાં લગ્નને ગેરકાયદે તથા અમાન્ય જાહેર કરવામાં આવે. તેમણે એમ પણ જણાવ્યું કે ખાપોને અકારણ જ બદનામ કરવામાં આવી રહ્યું છે. આજ સુધી કોઈ પણ ખાપ પંચાયતે ઑનર કિલિંગ નથી કરાવી. ખાપ તો આ પ્રકારના નિર્ણયનો વિરોધ કરે છે.

English summary
"Khap Panchayats of Haryana on Sunday demanded a legal ban on same-gotra and same-village marriages, saying such a measure could solve the problem of rising crime against women.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X