બધી જ તપાસ કેજરીવાલ કરી લે: દિગ્વિજય સિંહ

જ્યારે દિગ્વિજય સિંહે કહ્યું છે કે અરવિંદ કેજરીવાલે લગાવેલા બધા આરોપો પાયાવિહોણા અને ખોટા સાબિત થયાં છે. ખુર્શીદ અને તેમની પત્નીએ શાલિનતાથી બધા પ્રશ્નોના જવાબ આપી દિધાં છે. કેજરીવાલ ખોટા છે ખુર્શીદ નહી.
આટલું જ નહી કોંગ્રેસ મહાસચિવે કેગના રિપોર્ટ પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. દિગ્વિજય સિંહે કહ્યું હતું કે વડાપ્રધાન અને નાણાંમંત્રીએ આ મુદ્દે તપાસ કરાવવી જોઇએ કે કેગ રિપોર્ટ સંસદમાં આવતાં પહેલાં મીડિયામાં કેવી રીતે લીક થયો અને તે પણ કોંગ્રેસના વિરોધમાં. આ એક ગંભીર તપાસનો વિષય છે. વ્યંગ કરતાં દિગ્વિજય સિંહે કહ્યું હતું કે આ મુદ્દે કેજરીવાલને તપાસ સોંપવી જોઇએ કારણ કે તેમને તપાસ કરાવવાનો ખૂબ શોખ છે અને તેમને હંમેશા ડર રહે છે કે તપાસ નિષ્પક્ષ થતી નથી. માટે આ જવાબદારી તેમને સોંપવી જોઇએ.












Click it and Unblock the Notifications
