For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એકતાનું અદ્ભુત ઉદાહરણ: એક હિન્દુએ મુસ્લિમને આપી કિડની!

|
Google Oneindia Gujarati News

બેંગલુરુ, 7 ઑગસ્ટ: રમજાન મુબારકના અવસરે હિન્દુઓ દ્વારા ઇફ્તાર પાર્ટીમાં ભાગ લેવાની વાતો તો આપે સાંભળી હશે, પરંતુ આનાથી શાનદાર દ્રષ્ટાંત શું હોઇ શકે કે એક મુસ્લિમ મહિલાને હિન્દુ પુરુષને પોતાની એક કિડની આપીને તેનો જીવ બચાવ્યો. એટલું જ નહીં એકતા અને ભાઇચારાનું દ્રષ્ટાંત વધું રસપ્રદ ત્યારે બની ગયું જ્યારે તેમના પતિને એ જ દર્દીની પત્નીએ પોતાની કિડની દાન કરી.

6 ઑગસ્ટ ઓર્ગન ડોનર દિવસ હતો, આ અવસરે આ દ્રષ્ટાંતને યાદ કરવું રહ્યું. આ સમાચાર બેંગલુરુના નારાયણ હાર્ટ હોસ્પિટલમાંથી આવી છે. અત્રે એડમિટ 53 વર્ષિય વિશ્વનાથ ભટ્ટ છેલ્લા બે વર્ષથી ડાયાલિસિસ પર હતાં. જિંદગી અને મૃત્યું સાથે જઝૂમી રહેલા વિશ્વનાથની પત્નીએ જ્યારે પોતાની કિડની આપવાનો નિર્ણય કર્યો, તો જાણવા મળ્યું કે તેમની કિડની મેચ નથી કરી રહી. તે નિરાશ થઇ અને બ્લડ ગ્રુપ મેચ નહીં થવાના કારણે પોતાના પતિ માટે અન્યોને દુઆ માંગવા કહેવા લાગી.

બીજી બાજું એ જ હોસ્પિટલમાં દાખલ અબ્દુલ ખલીલની ઉંમર 60 વર્ષ છે, તે 18 મહિનાથી ડાયાલિસિસ પર હતા તેમની કિડની પણ ફેઇલ થઇ ચૂકી હતી. તેમને પણ જ સમસ્યા હતી કે તેમની પત્ની આબિદા ખલીલનું બ્લડ ગ્રુપ પણ તેમની સાથે મેચ ન્હોતું થતું. નારાયણ હોસ્પિટલમાં જ્યારે ઉષા અને આબિદાની મુલાકાત થઇ તો બંનેનું દુ:ખ એક સમાન હતું. બંને આંખોમાં નમી સાથે એકબીજા સાથે પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા હતા અને તેમને અચાનક એક વિચાર આવ્યો કે હોસ્પિટલ પાસે કિડની સ્વાપિંગની વાત કરીએ તો?

નારાયણ હોસ્પિટલના ડોક્ટરોને બંનેએ પોત-પોતાના રિપોર્ટો બતાવ્યા અને સૌભાગ્યથી આબિદાનું બ્લડ ગ્રુપ વિશ્વનાથ સાથે અને ઉષાનું બ્લડગ્રુપ અબ્દુલ ખલીલ સાથે મેચ થતું હતું. નારાયણ હોસ્પિટલમાં 1 ઑગસ્ટના રોજ બંનેની કિડની ટ્રાંસપ્લાંટ કરવામાં આવી.

આબિદા અને ઉષાની આ પહેલ બદલ હોસ્પિટલના આખા સ્ટાફે તેમને અભિનંદન આપ્યા અને સેલ્યૂટ પણ કર્યું. આખરે શા માટે ના કરે. આવા લોકો જ દેશની ગંગા-જમુની સંસ્કૃતિને યથાવત રાખવા હંમેશા પ્રયાસરત રહે છે.

kidney
English summary
On Organ Donation Day we would like to congratulate all organ donors – alive or deceased – and their families. We thank them wholeheartedly for transforming the lives of innumerable organ recipients.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X