કંગાળ કિંગફિશર દ્રારા પગાર ચૂકવવામાં ન આવતાં પાયલોટોની હડતાળ

ખાનગી વિમાન કંપની કિંગફિશર એરલાઇન્સની ફ્લાઇટ રદ કરવામાં આવતાં વિમાની વિભાગના નિયામક ડીજીસીએ સોમવારે સંચાલન અંગે ચર્ચા કરશે. આ હડતાળમાં મુંબઇના પાયલોટો અને એન્જીયરો પણ જોડાયા છે.
કિંગફિશરના સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારે સાંજે દિલ્હી અને મુંબઇના એન્જીનિયરો અને પાયલોટો હડતાળ પર ઉતરી ગયા હતા. તે લોકો છેલ્લા સાત મહિનાથી ચૂકવામાં ન આવેલા પગારને તાત્કાલીક ચૂકવવામાં આવે એમ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે હડતાળ કારણે કેટલીક ફ્લાઇટ રદ કરવામાં આવી છે. જો કે હાલમાં મેનેજર કક્ષાના એન્જીનિયરોની મદદ લેવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
