કિન્નરો સાથે મિત્રતા મોંઘી પડી, યુવકનું પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યું

કિન્નરો સાથે મિત્રતા મોંઘી પડી, યુવકનું પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યું

ઉત્તર પ્રદેના શાહજહાંપુરમાં કિન્નરોએ એક યુવકનું પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યું. યુવકને ગંભીર હાલાતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે 20 વર્ષીય યુવક લગ્ન પ્રસંગોમાં ડાં કરતો હતો અને કિન્નરોને તે પંદ ન હતું માટે તેમણે આ ઘટનાને અંજામ આપ્યો. યુવકની હાલ સારવાર ચાલી રહી છે.

કિન્નર બનાવવાનું ષડયંત્ર

કિન્નર બનાવવાનું ષડયંત્ર

આ ઘટના શાહજહાંપુરના કાંટ પેલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીંનો રહેવાસી 20 વર્ષીય આ યુવક લગ્નોમાં ડાંસ કરતો હતો. પીડિત યુવક મુજબ જનપદ ફર્રુખાબાદમાં રહેતા ત્રણ કિન્નરો સાથે તેનો સંપર્ક થયો હતો. પીડિત યુવકે જણાવ્યું કે અગાઉ પણ તેને કિન્નર બનાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. માટે તેણે કિન્નરો સાથે દોસ્તી ખતમ કરી મૂકી હતી. પરંતુ દસ દિવસ પહેલા ફર્રુખાબાદમાં રહેતા ત્રણ કિન્નર કારથી તેના ઘરે આવ્યા.

યુવકનું પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યું

યુવકનું પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યું

ત્રણેય કિન્નરોએ તેને લગ્નમાં લઈ જવાની વાત કહી અને પછી તેને ફર્રુખાબાદ સ્થિત તેમના ઘરે લઈ ગયા. અહીં કિન્નરોએ યુવકને એક રૂમમાં બંધ કરી દીધો હતો. તેને નિર્દયતાથી માર મારવામાં આવ્યો. એટલું જ નહિ કિન્નરોએ નશો કરાવી યુવકનું પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યું. બાદમાં તેને 10 દિવસ સુધી બંધક બનાવી રાખ્યો.

પોલીસે તપાસ શરૂ કરી

પોલીસે તપાસ શરૂ કરી

યુવકનો આરોપ છે કે કિન્નરોએ ઘરની બહાર જ ચોકીદારી શરૂ કરી દીધી, પરંતુ તે મોકો મળતાં જ ત્યાંથી ભાગી નિકળ્યો. રાત્રે તે પોતાના ઘરે પહોંચ્યો અને પરિજનો સાથે પોલીસ સ્ટેશને ગયો. પોલીસે પીડિત યુવકને મેડિકલ માટે ટ્રોમા સેન્ટર મોકલી આપ્યો છે. ડૉક્ટરો યુવકનો ઈલાજ કરી રહ્યા છે. પોલીસે આ મામલે કાર્યવાહીની વાત કહી છે. ઉપરી પોલીસ અધિકારી દિનેશ ત્રિપાઠીએ જણાવ્યું કે શાહજહાંપુર પોલીસે યુવકની ફરિયાદ પર મામલો નોંધી લીધો છે. કિન્નરો પર કાર્યવાહી કરવામાં આવશે. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X